સાંતલપુરના રાણીસર રણના 400 એકરમાં વરસાદી પાણી ભરાયા : પાણી ના સુકાય તો મીઠાના પાકને થઈ શકે છે નુકસાન
પાલનપુર: દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાંય બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના રણ વિસ્તારમાં ચોમાસામાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે અને રણ દરિયામાં ફેરવાઈ જાય છે. ત્યારે પાટણના રણ કાંઠા વિસ્તાર ગણાતા સાંતલપુર રાણીસરા રણમાં 100 થી વધૂ અગરિયા દ્વારા અંદાજે 400 એકરમાં મીઠાં ઉત્પાદન માટે ક્યારા કરવામા આવેલા છે. હમણાં બે દીવસ અગાઉ સાંતલપુરમાં પડેલા ભારે વરસાદને લઈ તેમજ છુટા છવાયા પડી રહેલાં વરસાદી ઝાપટાંને રાણીસરા રણ વિસ્તારના મીઠાનાં ક્યારામાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યાં છે. રણના ખુલ્લા પટ્ટામાં વરસાદી પાણી ભરાઈ જતાં દૂર દૂર સુધી રણમાં પાણી ભરાયેલા દેખાતા રણ દરિયામાં ફેરવાયું હોવાનું દ્ર્શ્ય સર્જાયું છે. તો મીઠાના ક્યારામાં પાણી ભરાઇ જતાં અગરિયાઓ દ્વારા પકવેલ હજારો ટન મીઠા પર પાણી ફરી વળ્યુ હોય જો લાંબા સમય સુધી પાણી નહિ સુકાય તો મીઠાના પાકને મોટું નુકશાન થવાની ભીતિ છેવાઇ રહી છે. તેવું સ્થાનિક અગરિયાએ જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે સાંતલપુર થી કચ્છ સુધી મોટી કંપનીઓ મીઠાની ફેકટરીઓ આવેલી છે.
ગુજરાતમાં ૯૦ હજારથી વધુ લોકો મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા છે
સૌથી વધુ મીઠું પક્વતું ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. પરિણામે મીઠાનું ઉત્પાદન વધુ થાય છે. જોકે આ ઉદ્યોગ સાથે એક અંદાજ મુજબ 90 હજારથી એક લાખ લોકો મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.