‘મુસ્લિમો અને ઈસ્લામને બદનામ કરવા માટે…’, સાંસદ Asaduddin Owaisiએ કહ્યું- ભાજપ જણાવે, ક્યાં થઈ રહ્યો છે લવજેહાદ?
AIMIM પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે (11 જૂન) એક કાર્યક્રમમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઓવૈસીએ કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રમાં નફરત ફેલાવવા માટે 50 ‘જલસા’ કરાવ્યા. તેમણે કહ્યું, આ માત્ર મુસ્લિમો અને ઈસ્લામને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.
ક્યાં છે લવ જેહાદ?: ઓવૈસી
એક સભાને સંબોધન કરીને સાંસદ ઓવૈસીએ કહ્યું, “ભાજપ લવ જેહાદની વાત કરે છે… જો લવ જેહાદ મહારાષ્ટ્રમાં થઈ રહી છે, તો બ્લુ પ્રિન્ટ આપો કે શું તે અહેમદનગર, કોલ્હાપુર, સાંગલી કે મરાઠવાડામાં થઈ છે? મને બતાઓ ક્યાં લવ જેહાદ થઈ રહ્યો છે? ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં 50 સરઘસોનું આયોજન કર્યું હતું. આ માત્ર નફરત ફેલાવવા, મુસ્લિમો અને ઈસ્લામને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતા.
ઈમ્તિયાઝ જલીલે 3 કલાક સુધી એક મંદિરની કરી રક્ષા
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, હું પૂરી જવાબદારી સાથે કહું છું કે લોકસભા ચૂંટણી પહેલામહારાષ્ટ્રમાં રમખાણ કરાવવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે હું ઓરે રંગાબાદના લોકોને સલામ કરું છું કે જ્યારે અહીં હુલ્લડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઈમ્તિયાઝ જલીલે એક મંદિરની સામે 3 કલાક ઊભા રહીને તેનું રક્ષણ કર્યું અને હુલ્લડ થવા દીધુ નહીં. ઈમ્તિયાઝ જલીલે સ્ક્રિપ્ટ પર પાણી રેડ્યું.
.@BJP4India ने 50 जलसे करवाए सिर्फ़ नफ़रत फैलाने के लिए, मुसलमान और इस्लाम को बदनाम करने के लिए। साज़िश यही है कि पार्लियामेंट के इलेकशन से पहले महाराष्ट्र में कोई फसाद करवाया जाए। – Barrister @asadowaisi pic.twitter.com/DJL8gqxZLt
— AIMIM (@aimim_national) June 10, 2023
ભાજપને રમખાણો રોકવાની કરી અપીલ: ઓવૈસી
ઓવૈસીએ મહારાષ્ટ્ર BJP અને કેન્દ્ર સરકારને રમખાણો રોકવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે લોકસભાની ચૂંટણી જીતવી છે, તે અલગ વાત છે… પરંતુ આ રીતે થશે નહીં. આ પહેલા અસદુદ્દીન ઓવૈસીએ કોન્ટ્રાક્ટ પર કામ કરતા બસના ડ્રાઈવર અને કંડક્ટરને નોકરીમાંથી કાઢી મુકવા બદલ ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો હતો કારણ કે યુપીના બરેલી ડેપોથી સરકારી એસી બસમાં બેઠેલા 2 મુસાફરો રસ્તાના કિનારે નમાજ અદા કરી રહ્યા હતા.
નમાઝ અદા કરી તો શું કયામત આવી ગઈ?: ઓવૈસી
નમાઝ અદા કરવા અંગે સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જો નમાઝ અદા કરી, તો શું કયામત આવી ગઈ? જો નમાઝ અદા કરવી ગુનો છે, તો સમગ્ર સરકારી કચેરીઓમાં કોઈ ધાર્મિક પ્રતીકો ન હોવા જોઈએ. કોઈપણ કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન થાય ત્યાં કોઈ ધાર્મિક તહેવાર ન હોવો જોઈએ. જ્યારે 2 મિનિટ માટે બસ રોકાઈ ત્યારે તમે બસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો અને કોન્ટ્રાક્ટ કર્મચારી કંડક્ટર મોહિત યાદવને નોકરીમાંથી કાઢી મૂક્યો. અને પાછા તમે (BJP)સૌનો સાથ સૌના વિશ્વાસની વાત કરો છો!’
આ પણ વાંચો: ખરાબ હવામાનને કારણે રસ્તો ભટકી ભારતીય ફ્લાઈટ, પાકિસ્તાન પહોંચી!