જાપાનમાં ફરી અનુભવાયા ભુકંપના આંચકા!
- જાપાનમાં અનુભવાયા ભુકંપના આંચકા
- ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી
- મોટાભાગના દ્વીપોને હચમચાવી નાખ્યા
ઉત્તરી જાપાનના હોક્કાઇડો પ્રાંતમાં રવિવારે (11 જૂને) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. જો કે મહત્વની બાબત એ છે કે આંચકાના કારણે કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન કે ઈજાના સમાચાર નથી.
જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, હાલમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઉરાકાવા શહેરના દરિયાકિનારે હતું. જાપાની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ જાપાનના સમય મુજબ સાંજે 6:55 કલાકે આવ્યો હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે ભુકંપના આંચકાએ ચિટોજ અને અત્સુમાચો શહેરો સહિત મોટાભાગના દ્વીપોને હચમચાવી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 26 મેના રોજ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારે પણ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.
આ પણ વાંચો: જાપાનના ટોક્યોમાં ટકરાયા 2 પેસેન્જર પ્લેન! 400 મુસાફરો હતા સવાર