ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: AAP પાર્ટીના બે નેતાઓને પોલીસમાં હાજર થવા ફરમાન, મુશ્કેલીઓ વધશે

Text To Speech
  • બંનેને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી
  • કોરોના ગાઈડ લાઈન મુજબ સભા માટે મંજુરી લિધી ન હતી
  • ત્રણ દિવસમાં પોલીસમાં હાજર થવા ફરમાન

કોરોના કાળમાં મેંદરડામાં મંજુરી વગર આમ આદમી પાર્ટીના કાર્યકરોની સભા યોજાયેલ હતી, જે કેસમાં જે તે વખતે પોલીસે આપના પ્રદેશ પ્રમુખ, યુવા પ્રદેશ પ્રમુખ સહીત ચાર સામે ગુન્હો દાખલ કર્યો હતો. જે કેસમાં અનેકવાર પોલીસ દ્વારા હાજર થવા જણાવેલ છતાં હાજર ન થતા અંતે મેંદરડા પોલીસે ઇશુદાન ગઢવી અને પ્રવિણ રામને નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રીની આ સફળ યોજનાથી રાજ્યને 15,425 મહિલા ડોક્ટર મળ્યા

2021 ની સાલનો કેસ ખુલ્યો

જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, 2021 ની સાલમાં 30 જુનના દિવસે બપોરે 11.30 કલાકે મેંદરડા પટેલ સમાજ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમયે કોરોનાકાળ ચાલી રહ્યો હતો, અને કોરોના ગાઈડ લાઈન મુજબ સભા માટે મંજુરી લિધી ન હતી, અને સભામાં 110 થી 120 જેટલા કાર્યકરો એકત્ર થયેલા અને સોશિયલ ડીસ્ટન્સીનો ભંગ થયો હોવાનું જણાઈ આવતા આ અંગે તા.2 જુલાઈ 2021 ના રોજ મેંદરડા પીએસઆઈ કે.એમ.મોરીએ આઈપીસી કલમ 269, 188 અન્વયે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, યુવા પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ અને લલિત પટોળીયા સામે ગુન્હો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સનો આ તારીખથી ફરજિયાત અમલ કરાશે

બંનેને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી

જેમાં લલિત પટોળીયા પોલીસમાં હાજર થયેલ અને તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ઈશુદાન અને પ્રવીણ રામને અવાર નવાર હાજર થવા જણાવેલ છતાં આજદિન સુધી બંને હાજર ન થતા અંતે મેંદરડા પોલીસ દ્વારા બંનેને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અને નોટિસ મળ્યાના દિવસ ત્રણમાં પોલીસમાં હાજર થવા જણાવાયું છે.

Back to top button