ભારતમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સનો આ તારીખથી ફરજિયાત અમલ કરાશે
- 1લી જુલાઇથી ફરજિયાત 23 ફોરેન્સિક સ્ટાન્ડર્ડ્સનો અમલ થશે
- ફોરેન્સિક એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ બહાર પાડવામાં આવ્યા
- સમગ્ર વિશ્વમાં પ્રથમવાર ICAIએ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા જે કાનૂની ક્ષેત્રે સ્વીકાર્ય રહેશે
દેશમાં આગામી 1લી જુલાઇથી ફોરેન્સિંક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સનો ફરજિયાત અમલ થશે. જેમ હાલમાં એકાઉન્ટિંગ, ઓડિટીંગ સ્ટાન્ડર્સ છે તેમ હવે ફોરેન્સિંક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ અમલી બનતા નાણાંકીય ક્ષેત્રે ગેરરીતિઓની તપાસ, મનીલોન્ડરિંગ, ઇન્સ્યુરન્સ ફ્રોડ,કર્મચારી દ્વારા થતી ચોરી સહિતના કેસોમાં રિપોર્ટમાં સાતત્યતા આવશે.
ફોરેન્સિક એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ બહાર પાડવામાં આવ્યા
ફોરેન્સિક એકાઉન્ટિંગની જે રિપોર્ટ હોય તે કોર્ટ ઓફ લોમાં માન્ય રહે તે માટે મુખ્ય હેતુ હોય છે. વિશ્વમાં ભારતની જ એકમાત્ર ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ICAI) દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ બહાર પાડવામાં આવ્યા છે. 1લી સપ્ટેમ્બર 2020ના રોજ આઇસીએઆઇએ જાહેરાત કરી હતીકે, તે સ્ટાન્ડર્ડ બહાર પાડશે. 11 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલાક સ્ટાન્ડર્ડ બહાર પાડયા હતા જે સપ્ટેમ્બરમાં થોડા સુધાર્યા હતા. અત્યાર સુધી આ સ્ટાન્ડર્ડનો અમલ કરવા માટે ભલામણ જ હતી પણ 1લી જુલાઇથી તેનો ફરજિયાત અમલ થશે.
1લી જુલાઇથી ફરજિયાત 23 ફોરેન્સિક સ્ટાન્ડર્ડ્સનો અમલ થશે
1લી જુલાઇથી ફરજિયાત 23 ફોરેન્સિક સ્ટાન્ડર્ડ્સનો અમલ થશે, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને પણ સુગમતા રહેશે.મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સ, સેબી સહિતની સંસ્થાઓ સહિતની નિયમનકારી સંસ્થાઓ તેને સ્વીકારશે. ફોરેન્સિક ઓડિટ હવે ફોરેન્સિક એકાઉન્ટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન કહેવાશે ફોરેન્સિક ઓડિટ હવે ફોરેન્સિક એકાઉન્ટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન કહેવાશે. ફ્રોડ એક્ઝામિનર માટે પ્રોસેસ અને રીપોર્ટીંગના સ્ટાન્ડર્ડ કાર્યની સરળતા બનાવશે.