અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

DRIએ કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી 3.90 કરોડનું સોનું-ડાયમંડ ઝડ્પયું, 10ની ધડપકડ

Text To Speech
  • અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ગુજરાત મેલ ટ્રેનમાંથી 6 કિલો બિલ વગરનું સોનું ઝડપાયું

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવ્યું હતુ. ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા પાર્સલ ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટની કરન્સી,ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

બિલ વિનાનું સોનું અને ડાયમંડ મળી આવ્ચા:

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ગુજરાત મેલમાં વર્ષોથી લાઈસન્સ ધરાવતા આંગડિયા પેઢીના કર્મચારીઓ આવક જાવક કરતા હોય છે. આંગડિયા પેઢી સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્વેલર્સ દ્વારા બુક કરવામાં આવેલું સોનું અને ચાંદી, ડાયમંડ પૈસાની હેરાફેરી કરતા હોય છે. પરંતુ ડીઆરઆઈને બાતમી મળી હતી કે આ હેરાફેરીમાં કેટલાક ગેરકાયદે રીતે બિલ વિના સોના, ચાંદી અને ડાયમંડની હેરાફેરી મોટાપાયે થઈ રહી છે. ત્યારે મુંબઈથી અમદાવાદ આવતી ગુજરાત મેલ સવારે કાલુપુર સ્ટેશન આવે તે પહેલા જ ડીઆરઆઈના અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા.

સોનાની કિંમત બજારમાં કિંમત રૂ 3.90 કરોડની આસપાસ:

ડીઆરઆઇના અધિકારીએ 10 આંગડિયા પેઢીના કર્મચારીઓની ધરપકડ કરી પૂછપરછ હાથધરી હતી. જેમની પાસે સોના, ચાંદી અને ડાયમંડના બિલ હતા તેને જવા દેવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક લોકો પાસે બિલ ન હતા તેમનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 6 કિલો સોનું બિલ વગરનુ પકડાયું છે, જેની ભારતીય બજારમાં કિંમત રૂ 3.90 કરોડની આસપાસ થાય છે. આ ઉપરાંત ડીઆરઆઈએ ડાયમંડ પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત સોનાનો આ જથ્થો અમદાવાદમાં કોને આપવાનો હતો તેમજ અગાઉ પણ આવી રીતે ટ્રેનમાં જથ્થો લાવવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, અનેક જગ્યાએ વરસાદ પડ્યો

Back to top button