ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, અનેક જગ્યાએ વરસાદ પડ્યો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ  બિપોરજોય વાવાઝોડાની સ્થિતી ધીરે ધીરે વણસી રહી છે, હાલ વાવાઝોડુ પોરબંદરના દરિયાકાંઠા થી 540 કિમી દુર છે. જોકે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાને ટકરાઈ તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ વાવાઝોડાને કારણે ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ભારે પવન સાથે વરસાદ: જામનગરમાં ગઈ કાલથી આજ સુધીમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. જામનગરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. આ સાથે પોરબંદરમા ભારે પવન ફુ્ંકાયો હતો.

ફેરી બોટ સર્વિસ બંધ: ભારે પવન અને દરિયામાં જોવા મળેલા કરંટના કારણે યાત્રાધામ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. બિજી તરફ જોવા જઈએ તો  હવે ચોમાસુ પણ બેસવાનો સમય થઈ ગયો છે. એવામાં વાવાઝોડને હિસાબે ઘણા વિસ્તારોમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશી દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ વાવાઝોડાએ ભયાનક રુપ ધારણ કર્યું, હવે આ વિસ્તારોમાં પડશે વરસાદ

Back to top button