બનાસકાંઠા : ડીસા-કાંટ રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા પાણી રેલમછેલ
- હજારો લીટર પીવાનું પાણી વહી જતા રોડ પર તળાવ જેવી સ્થિતિ
- નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેપરિંગ કાર્યવાહી શરૂ કરી
પાલનપુર : ડીસા-કાંટ રોડ પર આજે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર રેલમછેલ થઈ ગઈ હતી અને હજારો લિટર પાણી વેડફાઈ જતા ઘટનાને પગલે નગરપાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાઇપ રીપેરીંગની કામગીરી હાથ કરી હતી.
ડીસા-કાંટ રોડ પર પીવાના પાણીની પાઇપલાઇન પસાર થાય છે. રોડની સાઈડમાંથી પસાર થતી આ પાઈપ લાઈનમાં આજે અચાનક ભંગાણ સર્જાતા પાણી રેલમછેલ થઈ ગઈ હતી અને હજારો લિટર પાણી વેડફાઈને રોડ પર ભરાઈ ગયું હતું. તેના કારણે રોડ પર એક એક ફૂટ પાણી ભરાઈ જતા તળાવ જેવી સ્થિતિ બની ગઈ હતી.
રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ પાણીમાં થઈને પસાર થવું પડ્યું હતું. પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાની માહિતી મળતા જ નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાઇપ રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. પીવાના પાણીની પાઇપલાઇનનો પાણી પુરવઠો બંધ કરી કલાકો સુધી જહેમત ઉઠાવી પાઇપલાઇન રીપેર કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : સીએમ ભૂપેન્દ્ર પટેલે પાલનપુરની સૌથી મોટી સમસ્યાને કરી ખત્મ; આપ્યા 6 કરોડ રૂપિયા