બનાસકાંઠા : સીએમ ભૂપેન્દ્ર પટેલે પાલનપુરની સૌથી મોટી સમસ્યાને કરી ખત્મ; આપ્યા 6 કરોડ રૂપિયા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુરથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
પાલનપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. થરાદ બાદ પાલનપુર ખાતે આવ્યા હતા. જ્યાંથી તેમના હસ્તે રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂ. ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જન સુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન એ વિકાસની રાજનીતિ કેવી હોય અને સમય સાથે કદમ મિલાવતી ટેક્નોલોજીનો ઉપયોગ જનહિતમાં કેવી રીતે થઇ શકે તે દુનિયાને બતાવ્યું છે. વિશ્વના વિકસીત દેશો પણ આ વિકાસની રાજનીતિ માટે પ્રેરિત થયા છે.
આજના ફાસ્ટ યુગમાં ગામ, નગર કે મહાનગર દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ- સુવિધાઓ ઝડપી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઇચ્છા હોય છે. લોકોમાં હવે વિકાસની ભૂખ ઉઘડી છે. સેવા સેતુ દ્વારા નગરો-ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નો ઉકેલે છે. તેમણે ઉમેર્યું કે, સમયથી બે ડગલાં આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ‘ડિલીવરી એટ ડોરસ્ટેપ’ નો અભિગમ અપનાવ્યો છે.
મહાનગરોમાં મ્યુનિસીપાલિટીને નગર સેવા સદન બનાવી લોકોને ઝડપી સેવાઓ આપવા ઓનલાઇન સેવાઓ આપવા ODPS, ટેક્ષ પેમેન્ટ, પ્રમાણપત્રો કઢાવવા જેવી સેવાઓ અંડર વન રૂફ એવા સિટી સિવીક સેન્ટર્સ દ્વારા અપાય છે. તેની જેમ જિલ્લા- તાલુકા મથકોએ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રો તરીકે વિસ્તારી છે. સિટી- સિવીક સેન્ટર- મહાનગરો જેવી સિટીઝન સેન્ટ્રીક સુવિધા નગરોમાં નગરજનો માટે વન સ્ટોપ-શોપ-૪૦ થી વધુ સેવાઓ એક જ સાથે વિકાસવી છે. મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.
View this post on Instagram
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સરકારે જનતા જનાર્દનની સેવાને સાધના બનાવી લોકોને કેવી રીતે ગુણવત્તાયુક્ત સેવા આપી શકાય તેનો દાખલો બેસાડ્યો છે. કોરોના મહામારીએ નાનો રોજગાર- વ્યવસાય કરનારાઓને સૌથી માઠી અસર પહોંચાડી હતી. આવા શેરી ફેરિયાઓ, લારીઓ વાળાને ફરી બેઠા કરવા આજીવિકાનો આર્થિક આધાર વડાપ્રધાન એ પી.એમ. સ્વનિધિ યોજનાથી આપ્યો છે. ૧૦ હજાર રૂપિયા સુધીની લોન આવા ફેરિયાઓને કોઇ પણ પ્રકારની સિક્યુરિટી વિના આપવામાં આવી છે. ગુજરાતમાં આવા પોણા ત્રણ લાખ શેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજનામાં લાભ આપ્યો છે.
યાત્રાધામ અંબાજીના સર્વાગી વિકાસાી નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યાત્રાધામોમાં ઇન્ફરમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી વડાપ્રધાનશ્રીનાો નવતર અભિગમ એટલે ચેટબોટ-અંબાજીની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી દરેકને ઘરે બેઠા અંબાજી દર્શનનો લાભ મળશે.
પાલનપુર શહેર માટે મહત્વની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાલનપુર નગરના પ્રવેશદ્વાર અને અમદાવાદ, આબુ રોડ, ડીસાને જોડતા નેશનલ હાઇવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાનું નક્કર આયોજન કર્યુ છે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાડા ૬ કરોડ રૂપિયા સરકારે મંજુર કર્યા છે. આ એરોમા સર્કલને દૂર કરીને સ્મૂધ ડાયવર્ઝન, ડેડીકેટેડ લેન, સર્વિસ રોડ, ટ્રાફિક સિગ્નલની કામગીરી ટુંક જ સમયમાં હાથ ધરાશે. જેનાથી પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
પાલનપુર પાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૭૨ કરોડના કામની મંજુરી
દુનિયાના કોઇપણ ખૂણે વસતા માઇભક્તો પોતાના મોબાઇલ મારફતે ઘેરબેઠાં એટ વન ક્લિક મંદિર દર્શન કરી શકશે તથા પૂજન અર્ચન, વિધિ-વિધાનની વિગતો મેળવી શકશે તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વોટ્સઅપ ચેટ બોટ- અંબાજી ઇ-મંદિરનું લોકાર્પણ, ગબ્બર જ્યોતના લાઇવ દર્શન યુ-ટ્યૂબ ચેનલ પરથી થઇ શકે તેનો શુભારંભ, અંબાજીને આંતરરાષ્ટ્રિય સ્તરના ISO સર્ટીફિકેશન-ર૦ર૦ એનાયત, પાલનપુર નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૭૨ કરોડના કામની મંજુરીના હુકમો અને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : CM રાહત ફંડના હિસાબોનું 2 વર્ષનું વિસ્તૃત ઓડિટ કરાશે