નાના બાળકને ફોન આપવો પડી શકે છે ભારે; જુઓ આ મહિલાએ ગુમાવ્યા 52 લાખ રુપિયા
- ચીનની એક છોકરીએ ઓનલાઈન ગેમમાં પોતાની માતાનું બેંક એકાઉન્ટ કરી નાખ્યુ ખાલી
ઘણા લોકો અત્યારના સમયમા બાળક રડે એટલે હાથમાં ફોન આપી દેતાં હોય છે પરંતુ તમે આવી ભુલ ભુલથી પણ ના કરતાં કેમ કે મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની એક છોકરીએ ઓનલાઈન ગેમમાં પોતાની માતાનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યાની ઘટના સામે આવી છે.
અત્યારની યુવા જનરેશનની વાત કરીએ તો તેઓ ફી સમયમાં મોબાઈલ ગેમ વધુ રમતાં હોય છે, જેમાં ઘણી ગેમ્સ ફી માં હોય છે, પરંતુ અમુક ગેમ્સમાં પૈસા ખર્ચીને રમાતી હોય છે. મોબાઈલ ગેમ એક પ્રકારનો નશો છે, જેની લત દરેક ગેમ રશીકોને લાગતી હોય છે. અનેક લોકો એવા છે કે જે ઓનલાઈન ગેમ્સના ચક્કરમાં આવી જતા હોય છે અને હજારો રુપિયા તેમાં ગુમાવતા હોય છે. ઓનલાઈન ગેમ લોકોની આંખોને આંધળી કરી દે છે છતાં લોકો રમત માટે પાણીની જેમ ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર થઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની એક 13 વર્ષની છોકરીએ એક ઓનલાઈન ગેમમાં લગભગ 449,500 યુઆન એટલે કે 52,19,809 રૂપિયા ખર્ચા છે.
આટલા બધા પૈસા કેવી રીતે ખર્ચી નાખ્યા?
ઓનલાઈન ગેમ રમવાના સમયે ઘણા પ્રકારના ટૂલ્સ આપવામાં આવતાં હોય છે જેના માટે ઘણા પૈસા વસુલવામાં આવતા હોય છે. એજ રીતે આ ચીનની છોકરી આખો દિવસ મોબાઈલ ફોનમાં જ પડી રહેતી હતી ત્યારે છોકરીની ટીચરે જોયું કે તે ફોનનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે એ ખોટું છે ત્યારે તેમણે છોકરીની માતાને જાણ કરી કે તમારુ બાળક આખો દિવસ ફોનમાં જ પડ્યુ રહે છે, ત્યારે માતાએ બાળકી પાસેથી ફોન લઈ ને ચેક કર્યો તો માતા ચોંકી ગઈ, તેના ખામાં માત્ર 5 રુપીયા જ વધ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે:
તમને જણાવી દઈકે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકીની માતા બેંક સ્ટેટમેન્ટ બતાવી રહી છે. જેમાં વધુ જાણવા મળ્યું છે કે બાળકી પોતાની સાથે સાથે તેના ક્લાસમેન્ટને પણ ગેમ રમવા માટે પૈસા આપતી હતી.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને છોકરીની ભૂલ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે માતા-પિતાએ તેમના બાળકો પર ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: હવે મોબાઇલ વોલેટની જરૂર નહિ રહેઃ દરેક જગ્યાએ કામ કરશે eRs.