Sigma Male હોય છે મજબૂત વ્યક્તિત્વના માલિક: જાણો લક્ષણો
- છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર સિગ્મા મેલ છે ચર્ચામાં
- પુરુષોને આલ્ફા, બીટા, ગામા, ઓમેગા અને ડેલ્ટા જેવી પર્સનાલિટીમાં વહેંચવામાં આવે છે
- સિગ્મા કેટેગરીના લોકો આત્મનિર્ભર હોય છે, પોતાની મરજીથી કામ કરે છે
સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા સમયથી સિગ્મા મેલ (Sigma Male) ચર્ચાઓમાં છે. ગ્રીક આલ્ફાબેટ્સ અનુસાર પુરૂષોના વ્યવહારને પાંચ કેટેગરીના આઘારે વહેંચવામાં આવ્યા છે. તેમાં આલ્ફા, બીટા, ગામા, ઓમેગા અને ડેલ્ટા સામેલ છે, પરંતુ એક પર્સનાલિટી આ બધા કરતા અલગ છે, જેને સિગ્મા મેલ કહેવાય છે. કયા પ્રકારના વ્યવહારને સિગ્મા મેલ કહેવાય છે.
આ કેટેગરીના લોકો આત્મનિર્ભર હોય છે અને તેમને પોતાના વિચારો મુજબ, પોતાની મરજીથી કામ કરવુ ગમે છે. તેઓ પોતાના રુઢિવાદી વિચારોને તોડીને તમામના હિતો માટે કાર્ય કરવા સક્ષમ હોય છે. આ પ્રકારના મોટા ભાગના લોકો સારા લીડર બની શકે છે.
કેવો હોય છે સિગ્મા મેલનો વ્યવહાર
એકલતા પસંદ
આ કેટેગરીના લોકો મિત્ર કે પછી સોશિયલ કંપનીને પસંદ કરતા નથી. આ લોકો ખુદની કંપનીને વધુ મહત્ત્વપુર્ણ સમજે છે અને એન્જોય કરે છે. જરૂર પડે ત્યારે તે બીજાનો સાથ પણ લે છે.
કુલ માઇન્ડ
આલ્ફા અને બીટા કેટેગરીના પુરુષોમાં ગુસ્સો સામાન્ય હોય છે, પરંતુ સિગ્મા મેલ કુલ માઇન્ડ માટે ઓળખાય છે, તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં ખુદને સંભાળી લે છે.
સિંપલ લિવિંગ
સિગ્મા મેલને વધુ શોખ હોતા નથી. આવા લોકો ખૂબ જ સાધારણ રીતે પોતાનું જીવન જીવે છે. તેમને સાદગીમાં રહેવુ ગમે છે. તેમની સરળતા અને સાદગી તેમની ઓળખ છે
જિદ્દી હોય છે
સિગ્મા મેલ પોતાની વાતને લઇને જિદ્દી હોય છે. કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે. સિગ્મા મેલની પર્સનાલિટીને જલ્દી ખૂબ સફળતા મળે છે, કેમકે તેમની અંદર સમાજને બદલવાનુ જુનુન હોય છે. આ લોકો મેન્ટલી સ્ટ્રોંગ હોય છે.
આ પણ વાંચોઃ વીકમાં આ દિવસે આવે છે સૌથી વધુ Heart Attack: બચવા માટે કરો આ કામ