ઉત્તર ગુજરાતગુજરાત

હવાઈ ચંપલ પહેરતો માણસ હવાઈ મુસાફરી કરી શકે એવું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ એ કર્યું છે : ભુપેન્દ્રભાઈ પટેલ

પાલનપુર: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુસાશનને 30મી મેના રોજ નવ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નવ વર્ષમાં દેશની જનતાનો અપાર પ્રેમ સાંપડ્યો છે અને વિશ્વના એક માત્ર એવા નેતા છે કે જેમણે જનતાની અપેક્ષા પૂર્ણ કરી, જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીત્યો છે તેવા વિરલ વ્યકતિત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના નવ વર્ષ દરમિયાન થયેલા પ્રજાલક્ષી વિકાસકામોને જન જનસુધી પહોંચાડવાનું અભિયાન એટલે મહા જનસંપર્ક અભિયાન.

મહાજનસંપર્ક અભિયાન થકી જનસમર્થનની યાત્રામાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત વિશાળ જનસંમેલનમાં બનાસકાંઠા જિલ્લાની ભાતીગળ ઓળખ અને સાંસ્કૃતિક સમન્વય સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

થરાદ માર્કેટયાર્ડ-humdekhengenews

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ” મોદી ઇઝ ધ બોસ ” કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે 2014 પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા. કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી પ્રજા એ મુકેલા વિશ્વાસ ને વિકાસમાં પરિવર્તીત કરી બતાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયાએ વિશ્વાસ મુક્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ” મોદી ઇઝ ધ બોસ ” કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. શાસન અને સુશાસનમાં શુ ફેર હોય એ નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે.

 

થરાદ એ.પી.એમ.સી ખાતે યોજાયું વિશાળ જનસંમેલન

થરાદ માર્કેટયાર્ડ-humdekhengenews

નાનામાં નાના અને છેવાડાના માણસને કઈ રીતે મદદ પહોંચાડી સરકારી યોજનાઓને ખરા અર્થમાં જનકલ્યાણકરી યોજનાઓ કરી બતાવી છે. નવ વર્ષના આ સુશાસનમાં 11.81 કરોડ પરિવારોને નલ સે જળ યોજના હેઠળ પીવાનું પાણી પહોચાડ્યું છે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા કવચ આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના 23.3 કરોડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. અને 4.54 કરોડ લાભાર્થીઓએ તેનો લાભ મેળવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરતાં આજે વિશ્વમાં ડિજિટલ પેમેન્ટના 40 ટકા પેમેન્ટ ભારતમાં થાય છે. કોવિડની મહામારી દરમિયાન 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું છે. તો પી.એમ.આવાસ યોજના હેઠળ 15 કરોડ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. પી.એમ સ્વનિધિ યોજના હેઠળ 34.35 લાખ લારી ગલ્લા અને ફેરિયાઓને લાભ મળ્યો છે. આખા દેશમાં મેડિકલ કોલેજો 641 હતી તે વધારી 1341 કરી છે. તો ડોકટર્સની સીટ 82,464 થી વધી 1,52,129 સીટો થઈ છે. તો 2014 પહેલાં આખા દેશમાં 8 એઇમ્સ હોસ્પિટલ હતી. તે પ્રધાનમંત્રીએ 2023માં 23 કરી છે.

વડિયાથી 62 કી.મીની પાઈપ લાઈન રૂ. 1450 ના ખર્ચે નખાશે

બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિવારવા માટે જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનાની થરાદ સીપૂ અને ચાંગા દાતીવાડા પાઇપ લાઈનો વચ્ચેનો દિયોદર, લાખણી, ડીસા, થરાદ , વગેરેના આશરે 115 ગામોનો વિસ્તાર આજે પણ સૂકો છે અને તેને નર્મદાનું પાણી મળી રહે તે માનનીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે. જેને સાકાર કરવા માટે ગુજરાત સરકારે એક નવી પાઈપ લાઈન મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે દિયોદર તાલુકાના વાડિયા ગામ કે તેની નજીક યોગ્ય સ્થળ પરથી 250 ક્યુસેક ક્ષમતા ધરાવતી લગભગ 62 કી.મી. લંબાઈ ની પાઈપ લાઈન રૂ. 1450 ના અંદાજિત ખર્ચ સાથે નાખવામાં આવશે. જેથી આ વિસ્તારની પાણીની સમસ્યાનો તો ઉકેલ આવશે, પણ આ વિસ્તાર હરિયાળો બનશે એમ જણાવ્યું હતું.

પીવાનું પાણી-humdekhengenews

પ્રધાનમંત્રી પાસે દેશને વિકસિત ભારત બનાવવાનું વિઝન છે, સંકલ્પ છે . જે દિશામાં આગળ વધવા માટે આપણે સૌએ તેમને સાથ સહકાર આપવાનો છે એમ જણાવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, હવાઈ ચંપલ પહેરતો માણસ હવાઈ મુસાફરી કરી શકે એવું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોચાડવાના સંકલ્પ સાથે આપણી સંસ્કૃતિનું પુન:સ્થાપન કર્યું છે એમ જણાવતાં આઝાદીના અમૃત મહોત્સવના અમૃતકાળમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી નવા ભારતની નીતિ રીતિની સ્થાપના કરી છે ત્યારે સરહદી અને સહકારી જિલ્લા બનાસકાંઠાના લોકોને જનસમર્થન અભિયાનમાં જોડાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024માં ફરી દેશના વિકાસરથને આગળ વધારવા અપીલ કરી હતી.

શાળા પ્રવેશોત્સવથી જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો : સાંસદ

બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે આ પ્રસંગે 20 વર્ષ પહેલાંની બનાસકાંઠાની પરિસ્થિતિનો ચિતાર આપી આજે સરહદી જિલ્લાના છેવાડા ના લોકોને પણ પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને સરકારી યોજનાઓ નો લાભ મળ્યો એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. જ્યારે રાજ્યમાં 19 જિલ્લા હતા ત્યારે બનાસકાંઠા સૌથી છેલ્લા ક્રમે હતું. જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવને લીધે આજે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

આ પણ વાંચો :મહેસાણા શંકૂઝ વોટરપાર્કમાં લાઈટ જતાં લોકોએ કર્યો હોબાળો; બોલાવવી પડી પોલીસ- જૂઓ વીડિયો

Back to top button