વીકમાં આ દિવસે આવે છે સૌથી વધુ Heart Attack: બચવા માટે કરો આ કામ
- સાવ નાની ઉંમરે આવી રહ્યા છે હાર્ટ એટેક
- STEMI સૌથી ઘાતક પ્રકારનો એટેક છે
- બીપી અને ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખો
છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યુ છે. સાવ નાની ઉંમરે પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. તેના કારણો જાણવા જાત જાતના રિસર્ચ પણ થઇ રહ્યા છે. મેન્ચેસ્ટરમાં બ્રિટિશ કાર્ડિયોવેસ્ક્યુલર સોસાયટીની કોન્ફરન્સમાં એક અભ્યાસના પરિણામો જારી કરવામાં આવ્યા. તેમાં 20,000થી વધુ દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ દિવસે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક
સોમવારના દિવસે સૌથી વધુ હાર્ટ એટેક આવે છે તેવુ સંશોધનમાં જાણવા મળ્યુ છે. તેને STEMI (segment elevation myocardial infarction)હાર્ટ એટેક કહેવાય છે. તે સૌથી ઘાતક હાર્ટ એટેકમાંથી એક છે. તેના કારણે મુખ્ય બ્લડ વેસલ સંપુર્ણ રીતે બ્લોક થઇ જાય છે અને દિલને ઓક્સિજન કે લોહી મળી શકતુ નથી.
ડોક્ટરે જણાવ્યુ કારણ
કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યુ કે તેના પરિણામો પાછળ કોઇ સટીક કારણ તો નથી, પરંતુ તેની પાછળ થોડા હોર્મોન જવાબદાર હોઇ શકે છે. જે સર્કાડિયન રિધમને પ્રભાવિત કરે છે અને હાર્ટ એટેક તેમજ સ્ટ્રોકનું કારણ બને છે. આ હાર્ટ એટેકનું કારણ તણાવ હોઇ શકે છે.
હાર્ટ એટેક અને STEMIમાં છે અંતર
સામાન્ય હાર્ટએટેક બ્લડ વેસલ્સ અડધી કે થોડી વધુ બ્લોક થવાના કારણે આવે છે, પરંતુ STEMIમાં કોરોનરી આર્ટરી સંપુર્ણ બંધ થઇ જાય છે અને હ્રદયની માંસપેશી મરવા લાગે છે. તમાકુનો ઉપયોગ, સ્મોકિંગ, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ અને કેટલાક ડ્રગ્સના કારણે આ હાર્ટએટેક આવી શકે છે.
આ સાત કામ કરી હાર્ટએટેકથી બચો
- તાજા ફળો અને શાકભાજી ધરાવતુ હેલ્ધી ડાયેટ લો
- માખણ, બર્ગર, ચિપ્સ જેવા હાઇ ફેટ વાળા ફુડ ન ખાવ
- દિવસમાં 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરો
- વજનને વધવા ન દો, હંમેશા એક સરખુ જાળવી રાખો
- સ્મોકિંગ અને દારૂ છોડી દો
- બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખો
- ડાયાબિટીસને મેનેજ કરો
આ પણ વાંચોઃ Parenting: આ ઉંમર બાદ બાળકોને સુવાડવાનું કરો બંધ, જાણો કારણ