નેશનલ

બીજેપી નેતાએ રાહુલની સરખામણી લાદેન સાથે કર્યા પછી કેમ લીધું પીએમ મોદીનું નામ?

Text To Speech

નવી દિલ્હી: બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરી છે.

તેમને કહ્યું કે એક તરફ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધી આજકાલ ઓસામા બિન લાદેનની જેમ દાઢી વધારીને વિચારી રહ્યાં છે કે તે પણ મોદીજીની જેમ વડાપ્રધાન બની જશે. આમ બીજેપી નેતાએ રાહુલ ગાંધીની સરખામણી ઓસામા બિન લાદેન સાથે કરી હતી પરંતુ તેમના દ્વારા દાઢી વધારવા પાછળનું કારણ પીએમ મોદીની જેમ દેશના વડાપ્રધાન બનવાનું  સ્વપ્ન જોઈ રહ્યાં હોવાનું દર્શાવ્યું હતું.

આનાથી પહેલા નવેમ્બર 2022માં અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરી હતી.

ગુજરાતની એક રેલીમાં તેમને કહ્યું હતુ કે રાહુલ ગાંધીજી   તમારો ચહેરો એવો હોવો જોઈએ, જેમાં લોકોને મહાત્મા ગાંધી દેખાય, સરકાર પટેલ દેખાય પરંતુ એવું ના થવું જોઈએ કે જેમાં સદ્દામ હુસૈન જોવા મળે.

આ પણ વાંચો- ભાવનગર : વાવાઝોડાની તૈયારી અંગેની સમીક્ષા માટે જિલ્લા કલેકટરે યોજી બેઠક , અધિકારીઓને આપી ખાસ સૂચના

સદ્દામ હુસૈન બે દશકાઓથી વધારે સમય સુધી ઈરાકનો શાસક રહ્યો હતો, જેને બગદાદમાં ફાંસી આપી દેવામાં આવી હતી. ઈરાકની એક અદાલતમાં સદ્દામ હુસૈન માનવતાની વિરૂદ્ધ અપરાધ કરવાનો દાષી ઠર્યો હતો.

સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, તેમનું કેરેક્ટર સમજો, ગજની ફિલ્મ તો તમે જોઈ હશે. ગજની ફિલ્મનો હિરો આમિર ખાન વચ્ચે-વચ્ચે નામ ભૂલી જાય છે. તેવી જ સ્થિતિ નીતિશ બાબૂની છે. દરભંગામાં તેમને કહ્યું કે, હું દેશનો વડાપ્રધાન નીતિશ કુમાર. શું નીતિશ કુમાર વડાપ્રધાન છે? શું તેઓએ રાત્રે કોઈ સ્વપ્નું જોયું હશે. સ્વપ્નામાં જ શપથ લઈ લીધી હશે. જણાવો આ માનસિક સ્થિતિ તેમની ખરાબ છે કે મારી ખરાબ છે?

સમ્રાટ ચૌધરીએ આગળ કહ્યું કે, નીતિશ કુમાર વિધાનસભામાં હતા ત્યારે તેમને કહ્યું કે, જ્યારે હું દેશનો ગૃહ મંત્રી હતો. અરે ભાઈ ક્યારે તેઓ ગૃહમંત્રી હતા? ગૃહમંત્રી ક્યારે બન્યા, તેઓ રેલ મંત્રી હતા. મારા હિસાબથી નીતિશ કુમાર બિમાર છે. પાછલી ચૂંટણીમાં તેમને કહ્યું હતુ કે, આ મારી અંતિમ ચૂંટણીની લડાઇ છે. તે પછી પાછા કહે છે કે મારે વડાપ્રધાન બનવું છે.

Back to top button