નેશનલ

કેન્દ્રીય મંત્રીએ ઔરંગઝેબને વિલન દર્શાવવા માટે ગાંધીના હત્યારાને ગણાવ્યો સપૂત; આપ્યું વિવાદાસ્પદન નિવેદન

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ સાથે જ તેમણે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઔરંગઝેબ સ્ટેટસને લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને ઔરંગઝેબ કરતા વધુ સારા ગણાવ્યા છે.

ગોડસે ભારત માતાનો સપૂત છેઃ ગિરિરાજ સિંહ

જણાવી દઈએ કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ઔરંગઝેબના સ્ટેટસને લઈને કહ્યું હતું કે જો ફોટો પોસ્ટ કરવો ગુનો છે, તો પછી જણાવો કે આઈપીસીની કઈ કલમમાં તેને ગુનો કહેવામાં આવ્યો છે? અસદુદ્દીન ઓવૈસીના નિવેદનનો વિરોધ કરતાં ગિરિરાજ સિંહે કહ્યું, “ગોડસે ગાંધીનો હત્યારો છે, પરંતુ તે દેશનો પુત્ર છે, તે ભારતનો સપૂત છે. તેનો જન્મ ભારતમાં થયો છે અને તે ઔરંગઝેબ અને બાબરની જેમ આક્રમણખોર નહોતો. જેને પણ બાબરને પુત્ર કહેવડાવવાની ખુશી થાય છે તે ભારત માતાનો પુત્ર ન હોઈ શકે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ લોકોની ટીકા કરી હતી જેઓ તત્કાલિન મુઘલ બાદશાહ ઔરંગઝેબનું સમર્થન કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અચાનક મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઔરંગઝેબના વંશજોએ (ઔલાદ) જન્મ લીધો છે. તેઓ ઔરંગઝેબની સ્થિતિ જાળવી રાખવા માંગે છે અને તેમના પોસ્ટરો બતાવે છે. જેના કારણે તણાવ ઉભો થાય છે. સવાલ એ થાય છે કે ઔરંગઝેબના આ પુત્રો ક્યાંથી આવ્યા? આની પાછળ કોણ છે? અમે તેમને શોધી કાઢીશું.

આ સિવાય ગિરિરાજ સિંહે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર રાજ્યના સંઘીય માળખાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. પોતાના નિવેદનમાં ગિરિરાજ સિંહે છત્તીસગઢ સરકાર પર રાજ્યમાં ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે કડક કાયદો ઘડવાની પણ માંગ કરી હતી અને લોકોને ખાતરી આપી હતી કે ભાજપ સરકાર આવો કાયદો લાવશે. તેમણે બઘેલ સરકાર પર આતંક ફેલાવવાનો અને લોકોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

ટીએમસી સાંસદ સૌગત રોયે ગિરિરાજ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમને એક સાંપ્રદાયિક ટિપ્પણી કરી છે, તેમણે એવા વ્યક્તિની વખાણ કર્યા છે જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. તેમણે મુઘલ શાસકો માટે કહ્યું કે તેઓ ભારના લોકોના વિરોધી હતા.

સૌગતે કહ્યું કે, બાબરની ઔલાદ શબ્દને સાંપ્રદાયિક લોકો ઉપયોગ કરે છે.

પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ ગોડસેને ગણાવી ચૂકી છે દેશભક્ત

ગિરિરાજ સિંહ એકમાત્ર એવા નેતા નથી જેમણે ગોડસેના વખાણ કર્યા છે. આ પહેલા બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતો, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

 

Back to top button