HD ન્યુઝ ડેસ્કઃ અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં એલર્ટ આપી દેવામા આવ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્વમની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આજથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
આજથી 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ની ઝડપે ફૂંકાશે. જો કે પવનની ગતિમાં વધારો જોવા મળશે અને આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે બિપરજોય હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 640 કિમી દૂર છે અને તે સતત આગળ વધી રહ્યું છે . વાવાઝોડું ઉત્તર-પશ્ચિમના બદલે ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધીને જખૌ તરફ ફંટાયું છે.વાવાઝોડાએ માર્ગ બદલતા ગુજરાત પર ખતરો હવે વધ્યો છે . આ બિપરજોય વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાશે તો ગુજરાતની દરિયાઇ સીમામાં તેની ખાસ અસર વર્તાશે.
આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી ATSએ કરી 4 શખ્સની ધરપકડ