ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બનાસ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટે રૂ.10 નો વધારો

Text To Speech
  • હવે રૂ. ૭૯૫ ના બદલે પશુપાલકોને રૂ.૮૦૫ ચૂકવવામાં આવશે
  • બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય
  • દૂધ ઉત્પાદકો આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે કરાયો ભાવમાં વધારો

પાલનપુર : એશિયાની સૌથી મોટી દૂધ ડેરી બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને ૧૦ જુનથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે. દૂધ ઉત્પાદકો દુધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી ૧૦ જુનથી સવારથી દૂધ મંડળીઓને તથા પશુપાલકોને ચુકવાતા દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦ નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય કાંકરેજ ગાયના દુધમાં પ્રતિ લીટરે રૂ. ૨ નો વધારો કરીને પશુપાલન વ્યવસાયમાં કાંકરેજ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયના સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂ.૭૯૫ ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.૧૦ નો વધારો થતાં પશુપાલકોને રૂ.૮૦૫ ચૂકવવામાં આવશે. જ્યારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ચેરમેન શંકરભાઈ ચૌધરી ભાવ વધારો, ભાવફેર અને સતત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા ફળ આપી રહ્યાં છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ બનાસની ધરતી પરથી રાજ્યના 22 સિટી સિવિક સેન્ટરની લોકોને આપશે ભેટ

Back to top button