Kaal Sarp Dosh: કુંડળીમાં ક્યારે બને છે કાલ સર્પ દોષ? જાણો ઉપાય
- કાલ સર્પ દોષ અશુભ માનવામાં આવે છે
- આ દોષ વ્યક્તિને શારીરિક અને માનસિક પરેશાન કરે છે
- કાલ સર્પ હોય તે વ્યક્તિએ જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે
જ્યોતિષ શાસ્ત્રમાં કાલ સર્પ દોષને ખુબ જ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તેણે જિંદગીમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં કાલ સર્પ દોષ હોવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે. તેથી કાલસર્પ દોષની વિધિ યોગ્ય રીતે થવી જરૂરી છે. જાણો કાલ સર્પ દોષ શું છે? તેની પૂજા વિધિ, લક્ષણ અને ઉપાયો
કાલ સર્પ દોષના લક્ષણો
- જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તે વ્યક્તિને હંમેશા સપનામાં મૃત લોકો દેખાય છે. એટલુ જ નહીં, કેટલાક લોકોને કોઇ તેમનુ ગળુ દબાવતુ હોય તેવુ પણ દેખાય છે.
- જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેણે જીવનમાં સંઘર્ષ ખૂબ કરવા પડે છે. જ્યારે તેને જરૂર હોય ત્યારે તે એકલતા અનુભવે છે.
- કાલ સર્પ દોષથી પીડિત વ્યક્તિના બિઝનેસ પર નકારાત્મક અસર પડે છે. તેમણે વેપારમાં વારંવાર પરેશાનીનો સામનો કરવો પડે છે.
- કાલ સર્પ દોષ ધરાવતી વ્યક્તિને ઉંઘમાં સાપ ફરતો કે પોતાને કરડતો દેખાય છે.
- વાતવાતમાં જીવનસાથી સાથે વાદ-વિવાદ થાય છે. જો રાતે ઉંઘ ઉડી જતી હોય તો તે પણ કાલ સર્પ દોષના જ લક્ષણ છે.
- કાલ સર્પ દોષના લીધે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે. સાથે માથાના, ત્વચાના રોગો પણ રહે છે.
ક્યારે બને છે કાલ સર્પ દોષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે તમામ ગ્રહ આવી જાય છે ત્યારે કાલ સર્પ દોષ નામના યોગનું નિર્માણ થાય છે.
કાલ સર્પ દોષના ઉપાય
કાલ સર્પ દોષના કારણે વ્યક્તિએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. ખૂબ જ જલ્દી તેનું નિવારણ થવુ જરૂરી છે. કાલ સર્પ દોષના પ્રભાવને ખતમ કરવાના સરળ ઉપાય જાણો
- કાલ સર્પ દોષથી પીડિત વ્યક્તિએ રોજ ઘર કે મંદિરમાં જઇને શિવલિંગ પર અભિષેક કરવો જોઇએ.
- પ્રદોષ તિથિ (તેરસની તિથિ)ના દિવસે શિવમંદિરમાં રુદ્રાભિષેક કરવાથી લાભ થાય છે
- કાલ સર્પ દોષ ધરાવતી વ્યક્તિએ રોજ કુળદેવતાની આરાધના કરવી જોઇએ
- રોજ મહામૃત્યુંજય મંત્રના કમસે કમ 108 જાપ કરવા જોઇએ.
- આ ઉપરાંત રોજ હનુમાન ચાલીસાનો પાઠ 11 વખત કરવો જોઇએ.
- કાલ સર્પ દોષથી પીડિત વ્યક્તિએ ઘરમાં મોરપંખ રાખવો જોઇએ.
કાલ સર્પ દોષની વિધિ
કાલ સર્પ દોષ નિવારણની પૂજા કરાવી શકો છો. ત્યારબાદ શિવલિંગ પર રુદ્રાભિષેક કરો. મહામૃત્યુંજયનો જાપ કરો. નાગ દેવતાની પૂજા કરો અને સાપની મુર્તિને દુધ અર્પિત કરો. નાગ ગાયત્રી મંત્રનો જાપ કરો. ॐ नागकुलाय विद्महे विषदन्ताय धीमहि तन्नो सर्प प्रचोदयात. તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. નાગપંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવાથી સર્પ યોગના પ્રભાવને ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ નવાઝુદ્દીન સિદ્દીકી : જાણો ફેક્ટરી વર્કર માંથી એક્ટર બનવાની સફર