એવોતો કેવો પ્રેમ પોતાના પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી?
- તરસાના ગામે યુવાનનો મળ્યો હતો મૃતદેહ.
- ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો આરોપીને.
- પત્નીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરાઈનો ખુલ્યો ભેદ.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તરસાના ગામે મળેલ યુવાનના મૃતદેહનો અંતે ભેદ ઉકેલાયો છે. યુવાનના મૃતદેહના પીએમમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી, જેમા પ્રેમી એ જ પ્રેમિકાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકા પ્રેમી સાથે હોવાથી તે બંને વચ્ચે ઘણાં સમયથી તકરાર ચાલતી હતી. સમય જતાં પત્ની પોતાના પ્રેમીના ઘરે રહેવા જતા પતિ ખુબજ ઉશ્કેરાયો હતો. જેને લઈને પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
પીએમ કરાવ્યા બાદ મૃતદેહનો ભેદ ઉકેલાયો:
ડભોઇ તાલુકાના પણસોલી વસાહતના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા ઇસમની તરસાણા ગામની સીમાથી લાશ મળી આવી હતી. હત્યા છે કે પછી આત્મહત્યા પોલીસે લાસનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વસઈ ગામના જ ઇસમે પ્રેમ પ્રકરણ લઈને તેની હત્યા કરવામાં આવી હતી નો ભેદ ખુલ્યો છે. ડભોઇ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ તાલુકાના પણસોલી વસાહત ગામનો રવિભાઈ વીજલાભાઈ નાયક છેલ્લા બે દિવસથી ગુમ હતો. ઘર પરિવાર દ્વારા તેની શોધખોળ કરતા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે તરસાણા ગામની સીમમાંથી તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે લાસનો કબજો મેળવી પીએમ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું.
ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી પાડ્યો આરોપીને:
તેની હત્યા કરવામાં આવી છે નું રહસ્ય પીએમ બાદ ખુલતા ડીવાયએસપી આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પી આઈ એસ જે વાઘેલાએ ટેકનોલોજી સોર્સ થી પોલીસે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરતા વસઈ ગામના વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડીયા રવિની પત્ની સાથે પ્રેમ પ્રકરણને શંકા કરી રવિ તપાસ કરવા ગયો, તે દરમિયાન વિષ્ણુએ રવિને ગડદા પાટુનો માર મારી તેની હત્યા કરવામાં આવી હતી નું આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કલમ 302, 323, 506 (2) મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: એવું તો શું કહ્યું કન્યાના પિતાએ કે વરરાજા દુલ્હનને લીધા વગર જ જાન લઈને પાછા ફર્યા!