નેશનલ

કર્ણાટક: હેડગેવારના ચેપ્ટરને અભ્યાસક્રમમાંથી હટાવવાના પ્રસ્તાવ પર શું બોલી બીજેપી?

Text To Speech

નવી દિલ્હી: કર્ણાટક સરકારે રાજ્ય બોર્ડના અભ્યાસક્રમમાં સુધારો કરવાનો અને સંઘ સાથે જોડાયેલા પાઠને દૂર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર પરના એક પ્રકરણને છેલ્લા સંશોધન દરમિયાન રાજ્યના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારે તેને આ શૈક્ષણિક વર્ષથી દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ વિવાદ પર ભાજપના રાષ્ટ્રીય સચિવ સીટી રવિએ કહ્યું છે કે, “કોંગ્રેસ અભ્યાસક્રમ બદલી શકે છે કારણ કે તેઓ સત્તામાં છે પરંતુ તે ઈતિહાસ બદલી શકતી નથી. સંઘ પરિવારની દેશભક્તિ વિશે સૌ કોઈ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વયંસેવક છે. સંઘ દરેક જગ્યાએ છે, શું તમે તે નિકાળી શકો છો?

આ પણ વાંચો- બનાસકાંઠા: અમીરગઢ પાસે ટ્રેલરમાં પથ્થરના પાવડરની આડમા લઇ જવાતા માદક પ્રદાર્થના જથ્થા સાથે એકની અટકાયત

સીટી રવિએ વધુમાં જણાવતા કહ્યું કે, સંઘને અભ્યાસક્રમમાંથી હટાવી શકો છો પરંતુ લોકોના દિલોમાંથી કેવી રીતે દૂર કરીશો. અનેક પ્રયાસો છતાં સંઘની વિચારધારાને દૂર કરી શકાતી નથી. કોંગ્રેસના લોકો દેશભક્તિને દેશમાંથી નિકાળીને અંતે લાવવા શું માંગે છે?

કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી અને બીજેપી નેતા બીસી નાગેશે કહ્યું છે કે, “અમે આ લોકોના વિશ્વાસને લઈને (પાઠ્યપુસ્તકોમાં) ફેરફાર કર્યા. પરંતુ આ પરિવર્તનોથી તેઓ આહત થયા, અમે નેહરૂ પરનો અભ્યાસક્રમ હટાવી દીધો અને ટીપૂ સુલ્તાન પરના અભ્યાસક્રમને ઓછો કરી દીધો. અમે એવો અભ્યાસક્રમ લઈને આવ્યા જેનાથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસીત થઈ શકે.” તે ઉપરાંત તેમને કહ્યું કે, કોંગ્રેસે અનેક વર્ષો સુધી દેશ અને રાજ્ય પર શાસન કર્યું પરંતુ તેમને શિક્ષણ પ્રણાલીની કોઈ જ ચિંતા નથી. આપણે અત્યાર સુધી મેકાલે દ્વારા બનાવેલી શિક્ષણ પ્રણાલી જ ફોલો કરી રહ્યાં છીએ.

Back to top button