Odisha Train દુર્ઘટનાની અમુક સેકન્ડ પહેલાનો વીડિયો થયો વાયરલ
ઓડિશાના બાલાસોરમાં ગમખ્વાર ટ્રેન દુર્ઘટના બાદ જાહેરજીવન ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યુ છે. પરંતુ આ ટ્રેન દુર્ઘટનાને ભારતના ટ્રેન દુર્ઘટનાની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે. આ અકસ્માતના દર્દનાક દ્રશ્યોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ઘટનાસ્થળેથી હોસ્પિટલ સુધી પીડિતોની ચીસો સંભળાતી હતી. હવે આ ઘટનાને લઈને એક હ્યદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટના પહેલાનો વિડિયો થયો વાયરલ
ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને તાજતરમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો અકસ્માતની થોડી સેકન્ડ પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ભયાનક વીડિયો ઓડિશા ટીવી દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફાઈ કામદાર કોચના ફ્લોરને સાફ કરી રહ્યો છે અને યાત્રીઓ આરામ કરી રહ્યા છે. ત્યાર બાદ અચાનક એક ઝાટકો લાગ્યો અને જોરથી લોકો બૂમો પાડવા લાગે છે અને કેમેરો હલવા લાગે છે. ત્યાર બાદ અધવચ્ચે જ વિડિઓ અચાનક બંધ થઈ જાય છે. સૂત્રોનું કહેવું છે કે આ વીડિયો કથિત રીતે એક મુસાફર દ્વારા ટ્રેન દુર્ઘટના પહેલા જ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જુઓ નીચેનો વિડિયો.
CBIએ ટ્રેન દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી
મહત્વનું છે કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એક ટીમે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ગુનાહિત બેદરકારીના આરોપોના સંબંધમાં તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે 2 જૂને સાંજે 7:10 વાગ્યે થયેલી ત્રણ ટ્રેનોની ટક્કરમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 1175 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને રેલવે દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. મૃતદેહની ઓળખ થતાં જ સરકાર દ્વારા પરીવારજનોને 9.5 લાખ રૂપિયા અને 50 હજાર રોકડનો ચેક આપવામાં આવી રહ્યો છે. નોંધ આ વિડિયોની વિશ્વસનીયતા અંગે હમ દેખેંગે news પુષ્ટી કરતુ નથી.
આ પણ વાંચો: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પછી અસ્થાયી શબ ઘર બનાવેલી સ્કૂલને તોડી પડાઇ; જાણો શું કારણ બન્યું