ગુજરાત

ગુજરાતમાં વધતા અકસ્માતો રોકવા ‘ગુજરોસા’ હવે મનોવૈજ્ઞાનિક બ્રેક મારશે

  • રિયલ ટ્રાફિક અંગેની જાણકારી વાહન ચાલકોને હાઈવે ઉપર જ ઉપલબ્ધ
  • હાઈ સ્પીડ રોકવા પહેલીવાર SG હાઈવે પર ‘રંબલ સ્ટ્રિપ’ બનાવાશે
  • હાઈવેમાં 10થી વધુ જંકશનોએ 8થી 20 મીટર સુધીના રંબલ સ્ટ્રિપ થશે

ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક વિસ્તરવાની સાથે વાહનો અને અકસ્માતો વધ્યા છે. મોબાઈલને કારણે જીવનશૈલીમાં પણ બદલાઈ છે. આ બદલાવની સાથે જ ગુજરાત રોડ સેફ્ટિ ઓથોરિટી- GujRoSAએ પણ અકસ્માતો રોકવા હવે મનૌવૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર મુકવાનું નક્કી કર્યુ છે. એ દિશામાં રાજ્યમાં પહેલીવાર હાઈવે ઉપર ‘રંબલ સ્ટ્રિપ’ બનાવવાનો નિર્ણય રાજ્યના માર્ગ મકાન વિભાગે કર્યો છે. જેનો પહેલો પ્રયોગ રાજ્યના સૌથી વધુ વ્યસ્ત રહેતા સરખેજ- ગાંધીનગર હાઈવે પર થશે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પરિવર્તનનું વાવાઝોડુ ફુંકાશે

નેશનલ અને સ્ટેટ હાઈવે પર ‘બમ્પ’ અર્થાત ગતિરોધક બનાવી શકાતા નથી

નેશનલ અને સ્ટેટ હાઈવે પર ‘બમ્પ’ અર્થાત ગતિરોધક બનાવી શકાતા નથી. એથી રાજ્યમાં આધુનિક ઓટોમેટિક- હાઈસ્પીડ વાહનોને ફાવતું મળ્યું છે. જેના કારણે કંઈક અંશે બેફામ ડ્રાઈવિંગનું પ્રમાણ પણ વધ્યું છે. ગુજરાતમાં મોટાભાગના નેશનલ અને સ્ટેટ હાઈવે શહેરી, ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી પસાર થાય છે. જ્યાં જંકશનોનું પ્રમાણ વધુ હોવાથી જીવલેણ અકસ્માતો વધ્યા છે. આથી, હાઈવે પર GujRoSA (ગુજરેસા)એ રંબલ સ્ટ્રિપ બનાવવા નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

રિયલ ટ્રાફિક અંગેની જાણકારી વાહન ચાલકોને હાઈવે ઉપર જ ઉપલબ્ધ

સરખેજ પાસે ઉજાલા જંકશનથી શરૂ કરીને છેક ચિલોડા સુધીના 44 કિલોમીટરના SG હાઈવેમાં 10થી વધુ જંકશનોએ આઠથી 20 મીટર સુધીના રંબલ સ્ટ્રિપ બનાવવા માર્ગ મકાન વિભાગે તૈયારી શરૂ કરી છે. થલતેજ અંડરપાસથી ભાગવત વિદ્યાપીઠ વચ્ચેના એલિવેટેડ કોરિડોર અને ત્યાંથી અલગ થતા માર્ગો- ડાઇવર્ઝન નજીક પણ રંબલ સ્ટ્રિપ બનાવાશે. જેથી આ હાઈવે પર પ્રતિ કલાક 70 કિલોમીટરની સ્પીડ લિમિટને ચોક્કસ જંકશન અને ડાઈવર્ઝન નજીક નિયંત્રિત કરી શકાય. SG હાઈવે પર રંબલ સ્ટ્રિપ ઉપરાંત ચિલોડાથી શરૂ કરીને છેક રાજકોટ સુધીના નેશનલ હાઈવે પર બે તબક્કામાં CCTV કેમેરા બેઝડ હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ- HTMS ડેવલપ કરાશે. SG હાઈવે અને સનાથલ ચોકલીથી રાજકોટ હાઈવે એમ બે તબક્કે HTMS સિસ્ટમને કારણે રિયલ ટાઈમ રિયલ ટ્રાફિક અંગેની જાણકારી વાહન ચાલકોને હાઈવે ઉપર જ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જુલાઈથી રેશનકાર્ડ ધારકોને મળશે આ ફાયદો 

જાણો શું છે રંબલ સ્ટ્રિપ

રંબલ સ્ટ્રિપ એ ‘બમ્પ’ નથી પણ એક પ્રકારના થર્મોપ્લાસ્ટિક મટિરિયલથી રસ્તા ઉપર બનાવવામાં આવતી પટ્ટીઓનું સંયુક્ત સ્વરૂપ છે. સામાન્યતઃ રંબલ સ્ટ્રિપ એ ત્રણેક સેન્ટિમિટરના લેયરવાળી પાંચથી છ પટ્ટીઓનો સમુહ હોય છે. જે પાંચથી આઠ મિટરનો હોય છે. જેના ઉપરથી પસાર થનાર વાહનને સામાન્ય ધ્રુજારો આવે, જેથી મનોવૈજ્ઞાનિક રીતે ચાલક ગતિ મર્યાદિત થતી હોય છે. આવી રંબલ સ્ટ્રિપ જંકશનો અને ક્રોસિંગ ઉપર હોય છે.

Back to top button