આ મુસ્લિમ દેશમાં ચુંબન કરવા બદલ કપલને જાહેરમાં ફટકારાયા 21-21 કોરડા!
ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક અપરિણીત યુગલ કિસ કરતા પકડાયુ હતું. આ બાબતને લઈને તેમને સજા તરીકે જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ એક 23 વર્ષીય યુવક અને 24 વર્ષીય યુવતીને એક પાર્ક કરેલી કારમાં અંગત પળો માણતા પકડ્યા હતા. સિંધો ન્યૂઝના અહેવાલ મુજબ, સુમાત્રા ટાપુ પર બુસ્તાનુલ સલાતિન પરિસરમાં સામાન્ય લોકોની હાજરીમાં બંનેને 21-21 કોરડા ફટકારવામાં આવ્યા હતા. આ કપલને આ ક્રૂર સજા જાહેરમાં આપવામાં આવી હતી અને લોકો આ તમાશો જોતા રહ્યા હતા. યુવતી સજા દરમિયાન માર સહન ન કરી શકતા જમીન પર જ ઢળી પડી હતી.
કેમ કરાઈ સજા?
મહત્વનું છે કે પકડાયેલ યુગલને પહેલા 25 કોરડા મારવાની સજા નક્કી કરાઈ હતી, બાદમાં આ સજા 21 કોરડાઓ સુધી સીમિત કરી દેવામાં આવી હતી. બાંદા આચે ફરિયાદી કાર્યાલયના ગુનાહિત તપાસ વિભાગના વડા ઇન્સાવતી કહે છે કે દંપતીએ જિનાયત કાયદા સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. બંનેએ જાણી જોઈને આવું કર્યું જેના કારણે તેમને સજા થઈ હતી.
પ્રેમી યુગલને પોલીસે રંગેહાથ ઝડપ્યા
હકીકતમાં આ પ્રેમી યુગલ બાંદા આચે શહેરના ઉલે લી હાર્બર વિસ્તારમાં એક પાર્કની અંદર હતું. આ દરમિયાન બંને ખૂબ જ નજીક આવ્યા અને પછી એકબીજાને કિસ કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક પોલીસ અધિકારી ત્યાં પહોંચી ગયો અને તેણે પોતે જ બંનેને નિયમો તોડતા જોયા. આ પછી આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને જાહેરમાં 21-21 કોરડા ફટકારવામાં આવ્યા હતા.
ઈન્ડોનેશિયાના આ પ્રાંતમાં છે શરિયા કાયદો
ઈન્ડોનેશિયા એ મુખ્યત્વે મુસ્લિમ દેશ છે જ્યાં 90 ટકા વસ્તી ઇસ્લામને અનુસરે છે. જો કે, અહીંયા સમગ્ર દેશમાં ઇસ્લામિક કાયદો લાગુ પડતો નથી પરંતુ દેશના 34 પ્રાંતોમાંથી માત્ર એક ‘આચે’માં ઇસ્લામિક કાયદો લાગુ કરાયેલ છે. અચેહમાં અલગતાવાદી આંદોલનની માંગ વધી રહી હતી ત્યારબાદ 2005માં એક નિયમ હેઠળ અહીં શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ કપલ પણ આ જ વિસ્તારમાં રહેતું હતું અને તેમણે લગ્ન પહેલા જ કિસ કરી હતી. આમ ત્યાના સ્થાનિક કાયદા મુજબ બંન્ને કપલને સજા કરાઈ હતી. હાલ બંન્નેને પોલીસે અટક કરી છે. આ ઘટના અત્યારે વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: ટ્રમ્પે અમેરિકા માટે ગણાવ્યો કાળો દિવસ; કહ્યું- ‘આપણે એક દેશના રૂપમાં કરી રહ્યાં છીએ અધોગતિ’