ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પછી અસ્થાયી શબ ઘર બનાવેલી સ્કૂલને તોડી પડાઇ; જાણો શું કારણ બન્યું
બાલાસોર: ઓડિશામાં બહનાગા શાળાને એક અસ્થાયી મુર્દાઘર બનાવી દેવામાં આવી હતી, જ્યાં ઓડિશા ટ્રેન દુર્ઘટના પીડિતોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા. તે શાળાને આજે તોડી પાડવામાં આવી છે.ટ્રિપલ ટ્રેન દુર્ઘટના પછી અસ્થાયી મુર્દાઘરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવેલી શાળામાં 288 લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા. આ દુર્ઘટના પછી તરત જ મૃતકોના મૃતદેહોને શાળામાં લાવવામાં આવ્યા હતા.
જોકે, હવે બાલાસોરમાં સરકાર દ્વારા સંચાલિત બહનાગા હાઇસ્કૂલના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રવેશવા માટે પણ તૈયાર નથી.વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડમાં જવા માટે આનાકાની કરી રહ્યાં છે. તો બીજી તરફ શાળા મેનેજમેન્ટ સમિતિએ પણ રાજ્ય સરકારને ઈમારતને તોડી પાડવાની વિનંતી કરી હતી કેમ કે તે ખુબ જ જૂની હતી.
બહાનાગા હાઇસ્કૂલના મુખ્ય શિક્ષિકા પ્રમિલા સ્વૈને પણ સ્વીકાર્યું, “વિદ્યાર્થીઓ ડરી ગયા છે. તેઓએ જણાવ્યું કે, ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવાની અને કેટલીક ધાર્મિક વિધિઓ કરવાની મેનેજમેન્ટ દ્વારા યોજના બનાવવામાં આવી છે.” તેમણે કહ્યું કે શાળાના કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગની સૂચના પર ગુરુવારે શાળાની મુલાકાત લેનાર બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ દત્તાત્રય ભાઈસાહેબ શિંદેએ કહ્યું, “હું શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, મુખ્ય શિક્ષક, અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકોને મળ્યો છું. તેઓ જૂની ઈમારતને તોડીને તેનું નવીનીકરણ કરવા માંગે છે. જેથી બાળકોને વર્ગોમાં જવા માટે કોઈ ડર કે આશંકા ન રહે.”
આ પણ વાંચો- ફેશન જગતમાં પ્રતિભા બતાવવાની તક, “CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023” જાણો કેવી રીતે લેશો ભાગ ?
એસએમસીના એક સભ્યએ જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે ટેલિવિઝન ચેનલો પર શાળાની ઇમારતમાં પડેલા મૃતદેહોને જોયા પછી, બાળકો પ્રભાવિત થાય છે અને જ્યારે તે 16 જૂને ફરીથી ખુલશે ત્યારે શાળામાં આવવા માટે અનિચ્છા દર્શાવી રહ્યાં છે. જો કે મૃતદેહોને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા છે અને શાળા પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ડરી ગયા છે.
ओडिशा में ट्रेन दुर्घटना के बाद ‘अस्थायी मुर्दाघर’ बनाए गए स्कूल को किया गया ध्वस्त
लिंक पर क्लिक जानें पूरी खबर : https://t.co/ROZqXLezFk pic.twitter.com/y7Z6hxINZ1
— NDTV India (@ndtvindia) June 9, 2023
એક વિદ્યાર્થીએ કહ્યું, “એ ભૂલી જવું મુશ્કેલ છે કે અમારી શાળાની ઇમારતમાં આટલા બધા મૃતદેહો રાખવામાં આવ્યા હતા.” એસએમસીએ શરૂઆતમાં મૃતદેહો રાખવા માટે માત્ર ત્રણ વર્ગખંડની મંજૂરી આપી હતી. પાછળથી જિલ્લા પ્રશાસને મૃતદેહોને ઓળખ માટે રાખવા માટે શાળાના હોલનો ઉપયોગ કર્યો.
હવે એનડીટી ઈન્ડિયાએ એક ટ્વિટ કરીને વીડિયો થકી જણાવ્યું છે કે, અસ્થાયી મુર્દાઘર બનાવેલી શાળાને ધ્વસ્ત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ