ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોણે આપી NCP સુપ્રિમો શરદ પવારને જાનથી મારી નાંખવાની ધમકી?

Text To Speech
  • NCP વડા શરદ પવારને મળી જાનથી મારી નાંખવાની ધમકી
  • શું કહ્યુ તેમની દીકરી MP સુપ્રિયા સુલેએ?
  • મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા પવારના દીકરી
  • કોણે આપી પવારને મોતની ધમકી, વાંચો આ સમાચાર

NCP સુપ્રિમો શરદ પવારને વોટ્સએપ પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ત્યારબાદ એનસીપીના સાંસદ અને પવારના પુત્રી સુપ્રિયા સુલેના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું હતું. આ મામલે ધમકી આપનારા સામે કાર્યવાહીની માંગ કરી હતી.

શું કહ્યુ શરદ પવારની દીકરીએ?

શરદ પવારને મળેલી ધમકી મુદ્દે NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે તેમને વોટ્સએપ પર શરદ પવાર માટે એક મેસેજ મળ્યો હતો. તેમને એક વેબસાઈટ મારફતે ધમકી આપવામાં આવી હતી. અમે પોલીસ પાસે ન્યાયની માંગ કરવા આવ્યા છીએ. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને આ મુદ્દે ધ્યાન આપવાની માંગણી કરું છું. આ પ્રકારની હરકતો ગંદુ રાજકારણ છે અને તે બંધ થવું જોઈએ.

“પિતાને થશે નુકશાન તો ગૃહ મંત્રાલય રહેશે જવાબદાર”

સુલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધી રહી છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે કૃપા કરીને મહારાષ્ટ્ર પર ધ્યાન આપો, અહીં શું થઈ રહ્યું છે.સુલેએ એમ પણ જણાવ્યું હતું કે જો મારા પિતાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેના માટે ગૃહ મંત્રાલય જવાબદાર રહેશે. સુપ્રિયા સુલેએ પોલીસને ન્યાય માટે અપીલ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ગૃહમંત્રીઓ પાસેથી કાર્યવાહીની માંગ કરી અને શરદ પવારને કોઈપણ નુકસાન માટે ગૃહ મંત્રાલયને જવાબદાર હોવાનું પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે વોટ્સએપ પર આવેલા મેસેજમાં શું છે તે અંગે કોઇ સત્તાવાર જાણકારી અપાઇ નથી.

આ પણ વાંચો: શું બીજેપી 2024 માટે નવા પાર્ટનરની શોધમાં છે? કોંગ્રેસની શું છે તૈયારી?

 

Back to top button