બિપરજોયની અસર: અલંગ દરિયાના ઘૂઘવાટા અને પવનોના સૂસવાટા શરૂ; 28 ગામો એલર્ટ પર
ભાવનગર/ સુરત: અરબ સાગરથી ગુજરાત તરફ આવી રહેલા બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર સાબદૂ બની ગયું છે. દરિયકાંઠાવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર વધારે સાવચેતી રાખી રહી છે.સુરક્ષાને નજરમાં રાખીને વલસાડના તિથલ, સુરતના ડૂમસ અને સુવાલી બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત દરિયાકાંઠાવાળા 28 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
અલંગનો દરિયાએ ઘૂંઘવાટા શરૂ કરી દીધા છે તો પવનની ગતિ વધી જવાના કારણે તેના સૂસવાટા પણ સ્પષ્ટ સાંભળી શકાય છે. ચક્રવાતના કારણે દરિયો ગાંડોતૂર બને તે પહેલા જ રાજ્યના તમામ બંદોર પર મંગળવારથી જ બે નંબરના ભયસૂક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં હલન-ચલન વધી ગઈ છે. આ સાથે જ જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટન ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો- શું બીજેપી 2024 માટે નવા પાર્ટનરની શોધમાં છે? કોંગ્રેસની શું છે તૈયારી?
દરિયાની અંદર જે પ્રકારે હલન-ચલન દેખાઇ રહ્યો છે તેના કારણે ડુમસ અને સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્વભાવિક છે કે શહેરથી ઘણા બધા લોકો ડુમસ અને સુવાલી બીચ ઉપર ફરવા જતા હોય છે, પરંતુ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને કોઈપણ રીતની જાનહાનિને ટાળવા માટે તંત્ર દ્વારા બીચ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
સવારથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનનો વેગ વધી ગયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્યા છે, અને એવું લાગી રહ્યું છે કે થોડી જ વારમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડશે.
તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વલસાડના તિથલને બીચને પણ વહેલી તકે બંધ કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામન કાઢી લેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો- રેપો રેટ અને રીવર્સ રેપો રેટ એટલે શુ? કેમ અર્થતંત્ર માટે આ ખુબ જરુરી છે