બિઝનેસ

રેપો રેટ અને રીવર્સ રેપો રેટ એટલે શુ? લોનધારકો માટે જાણવું ખુુબ જરુરી

HD એક્સપ્લેનેશન ડેસ્કઃ રિઝર્વ બેંકના ગવર્નર (RBI) શક્તિકાંત દાસે ગુરુવારે (8 જૂન) કહ્યું કે વૈશ્વિક સ્તર પર અનિશ્ચિત્તાઓ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા  મજબૂત છે. શક્તિકાંત દાસે કહ્યું કે, મોનેટરી પોલીસી કમિટીએ રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો છે. એટલે કે આમાં કોઈ જ રીતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં તમને એક પ્રશ્ન થતો હશે કે રેપો રેટ એટલે શું? અને તેની અર્થતંત્ર પર તેની શું અસર થાય છે તેના વીશે આપણે આજે વાત કરીશું.

રે્પો રેટ એટલે શુંઃ બેંકો આપણને લોન આપે છે અને આપણે તે લોન પર વ્યાજ ચૂકવવું પડે છે. એ જ રીતે, બેંકોને પણ તેમના દૈનિક કામગીરી માટે મોટી રકમની જરૂર પડે છે અને તેઓ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પાસેથી લોન લે છે. રિઝર્વ બેંક તેમની પાસેથી આ લોન પર જે દરે વ્યાજ લે છે તે રેપો રેટ કહેવાય છે. જ્યારે બેંકોને લોન ઓછા વ્યાજ દરે મળશે, એટલે કે રેપો રેટ ઓછો હશે, તો તેઓ પણ તેમના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. અને જો રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે, તો બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જશે અને તેઓ તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે.,

REPO - Humdekhengenews

રીવર્સ રે્પો રેટ એટલે શુંઃ જ્યારે રિવર્સ રેપો રેટ એવો દર છે કે જેના પર વ્યાપારી બેંકો આરબીઆઈમાં સરપ્લસ ફંડ જમા કરે છે અને વ્યાજબી વ્યાજ દર કમાય છે. જ્યારે પણ બજારમાં ફુગાવો વધી જાય ત્યારે આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. જેથી બેન્કો વધુ નાણાં મેળવવા માટે તેના પૈસા આરબીઆઈ માં જમા કરે છે. આ રીતે બેન્કો પાસે બજારમાં ઓછા પૈસા રહેશે.

રે્પો રેટની શું અસર થાય છેઃ દેશના આર્થિક વિકાસ માટે રેપો રેટ એક આવશ્યક સાધન છે. તે દેશમાં ફુગાવા પર પણ નોંધપાત્ર અસર કરે છે અને નાણાં પુરવઠા અને લિકવીડિટીને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. RBI નાણાંના પ્રવાહને ઘટાડવા માટે ઊંચા ફુગાવા પર રેપો રેટમાં વધારો કરે છે. જ્યારે દર વધુ હશે, ત્યારે બેંકો માટે ઉધાર ખર્ચ મોંઘો થશે. તે અર્થતંત્રમાં રોકાણ અને નાણાં પુરવઠાને પણ ધીમો પાડે છે. પરિણામે, તે અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે, અને તે ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રીવર્સ રે્પો રેટની શું અસર થાય છેઃ વાણિજ્યિક બેંકોને વિવિધ હેતુઓ માટે વ્યક્તિઓને ધિરાણ આપવાને બદલે આરબીઆઈમાં નાણાં જમા કરવાનું વધુ શક્ય લાગે છે. ઉપરાંત, તેઓ બદલામાં સારું વ્યાજ મેળવી શકે છે. આ તમામ ઘટનાઓ રૂપિયાના મૂલ્યને વધારવામાં પરિણમશે. રિવર્સ રેપો રેટમાં વધારો કરીને અને જ્યારે ફુગાવા માટે સ્થિતિ સારી હોય ત્યારે તેને ઘટાડીને પણ ફુગાવાને નિયંત્રિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ RBI MPC મીટિંગ: RBIની સામાન્ય માણસને રાહત; નહીં વધે EMI, રેપો રેટ 6.5% પર યથાવત

Back to top button