WTC Final 2023: ભારતની ઈનિંગ શરૂ, ઓસ્ટ્રેલિયા 469 રનમાં ઓલઆઉટ
India VS Australiaની વચ્ચે બુધવારથી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓવલમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટ્રેવિસ હેડ અને સ્ટિવ સ્મિથની લડાયક બેટીંગની મદદથી ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટો સ્કોર બનાવવામાં સફળ થઈ છે.
View this post on Instagram
ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક રન આઉટ થયો છે. આ મોટા સ્કોરને મેચ કરવા માટે ભારતે ત્રીજા દિવસના અંત સુધી બેટિંગ કરવી પડશે.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 422 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 163 અને સ્ટીવ સ્મિથ 121 રને આઉટ થયા હતા. એલેક્સ કેરી 22 અને પેટ કમિન્સ બે રને રમી રહ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમી, સિરાજ અને શાર્દુલે બે-બે વિકેટ લીધી હતી.
View this post on Instagram
ટ્રેવિસ હેડનો રેકોર્ડ
ભારત સામેની WTCની ફાઈનલમાં હેડે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી જ્યારે સ્મિથે તેની 38મી ફિફ્ટી ફટકારી હતી. હેડે પોતાની ઇનિંગમાં 22 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પોતાની અણનમ સદી સાથે હેડે ટેસ્ટની ફાઇનલમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 2021ની ટેસ્ટ ફાઇનલમાં પણ કોઇ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો. ભારત તરફથી શમી, સિરાજ અને શાર્દુલે એક-એક વિકેટ ઝડપી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની ટીમ : ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.