બનાસકાંઠા : રૂપપુરા -પારપડા રોડ ઉપર રેલવે નાળામાં વરસાદી પાણી ભરાયું
- આજુબાજુના 25થી વધુ ગામના લોકોને અવર- જવરમાં હાલાકી
પાલનપુર : પાલનપુરના રૂપપુરા રેલવે નાળાથી પારપડા – મોરિયા જવાના માર્ગ ઉપર રેલવે લાઈન નીચે વાહનોની અવરજવર માટે બનાવેલા નાળામાં વરસાદી પાણી ભરાઇ જતાં 25થી વધુ ગામના લોકોને અવર – જવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.પાલનપુર તાલુકાના રૂપપુરા રેલવે નાળાથી પારપડા – મોરિયા જવાના માર્ગ ઉપર રેલવે લાઈન નીચે વાહનોની અવરજવર માટે નાળું બનાવવામાં આવ્યું છે.
જે સોમવારે રાત્રે પડેલા વરસાદને કારણે નાળામાં વરસાદી ભરાઈ જવાથી લોકોને તથા રાહદારીઓને ચાલવામા મુશ્કેલી પડી રહી છે. લોકોએ જણાવ્યું કે, આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ નથી. ટુ વ્હીલર અને ફોર વ્હીલરને અભ્યાસ કરતા અને અપડાઉન કરતા બાળકો, નોકરિયાત વર્ગ રાહદારીઓને તથા આજુબાજુના વિસ્તારમાં વિસથી પચ્ચીસ ગામોને જોડતો માર્ગ હોઈ આ નાળામાંથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોઈ વાહન ચાલકોને જીવના જોખમે વાહનો લઇને પસાર થવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો : રાજકોટને દોઢ મહિનામાં મળી શકે છે ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ