ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં શ્રદ્ધા હત્યાકાંડ પાર્ટ-2, હત્યા બાદ લાશના ટુકડા મિક્સરમાં પીસી કુકરમાં ઉકાળ્યા

મુંબઈમાં શ્રદ્ધા હત્યાકાંડને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. આ વખતે લિવ-ઈન પાર્ટનરની હત્યા બાદ સનકી આરોપીએ તેની લાશના ટુકડા સગેવગે કરવા જે રસ્તો અપનાવ્યો તે ચોંકાવનારો છે.

Accused Manoj Sane and Victim Saraswati Vaidya
Accused Manoj Sane and Victim Saraswati Vaidya

મીરા ભાયંદર વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી 32 વર્ષીય મહિલાની હત્યા તેના પાર્ટનર મનોજ સાનેએ કરી છે. આરોપી મનોજ સાનેએ તેની પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કર્યાનું કબૂલ્યું છે.

  • લિવ-ઈન પાર્ટનરે કરી મહિલાની હત્યા
  • હત્યા બાદ ટ્રી-કટરથી કર્યા લાશના ટુકડા
  • લાશના ટુકડા કરી મિક્સરમાં પીસ્યા
  • મિક્સરમાં પીસેલા ટુકડા કુકરમાં ઉકાળ્યા

પોલીસને બુધવારની રાત્રે આરોપી મનોજના પાડોશીઓનો ફોન આવ્યો હતો કે, મનોજના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે. જેથી, સ્થાનિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ઘરમાં જતાની સાથે તીવ્ર દુર્ગંધ આવવા લાગી. પોલીસે અંદર જઈ તપાસ કરતા બેડ પરથી બ્લેક પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રીક ટ્રી-કટર મશીન મળી આવ્યું હતું. જેની પર લોહીના નિશાન હતા. FIRમાં લખવામાં આવ્યું છે કે રસોડામાંથી સૌથી ખરાબ દુર્ગંધ આવી રહી હતી. ત્યાં પહોંચ્યા પછી પોલીસે જોયું કે મહિલાના માથાના કપાયેલા વાળ જમીન પર પડેલા હતા. કૂકર ગેસ પર રાખ્યું હતું. જેમાં માનવ શરીરના ટુકડા ઉકાળવામાં આવ્યા હતા. અડધા બળેલા હાડકા સિંકમાં પડ્યા હતા અને શરીરના અંગો ડોલમાં પડેલા હતા. આરોપી મનોજ સાનેએ જણાવ્યું કે તેણે તેના પાર્ટનરની હત્યા કરી અને પુરાવાનો નાશ કરવા લાશના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો.

મનોજ સાને 16 જૂન સુધીના પોલીસ રિમાન્ડ પર

મીરા-ભાઈંદર પોલીસે જણાવ્યું કે મહિલાની લાશના જે ટુકડા ઘરમાંથી મળી આવ્યા છે તેની તપાસ માટે જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડૉક્ટર શરીરના ટુકડાની તપાસ કરશે. આ પછી આપણને ખબર પડશે કે શરીરનું કયું અંગ ખૂટે છે. સાથે જ આરોપી મનોજ સાનેને કોર્ટે 16 જૂન સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

પોલીસને જાણવા મળ્યું છે કે, 56 વર્ષીય મનોજ સાને અને 32 વર્ષીય સરસ્વતી વૈધ લિવ-ઈનમાં રહેતા હતા. આ ફ્લેટમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતા હતા. બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. જેથી આ ઝઘડામાં રોષે ભરાયેલા મનોજે પાર્ટનર સરસ્વતીની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Back to top button