ટોપ ન્યૂઝનેશનલ

આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજ ખુલશે; MBBSની હજારોની સંખ્યામાં વધશે સીટ: રિપોર્ટ

Text To Speech

નવી દિલ્હી: આ વર્ષે દેશમાં 50 નવી મેડિકલ કોલેજ શરૂ થશે. દેશભરમાં 50 નવી મેડકલ ઓપન થવાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના એક સૂત્રને ટાંકીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ એમબીબીએસની 8,195 સીટનો વધારો થઇ જશે. આ કોલેજોમાં 30 સરકારી હશે જ્યારે 20 પ્રાઈવેટ કોલેજ હશે. આ નવી કોલેજના ખુલવાથી દેશમાં મેડિકલના યૂજી કોર્સમાં દાખલા માટે સીટોની સંખ્યામાં વધારો થઈ જશે. ભારતમાં મેડિકલ સીટ 1 લાખ સાત હજાર 658 થઈ જશે. દેશભરમાં વર્તમાન સમયમાં 702 મેડિકલ કોલેજ છે. જણાવી દઇએ કે એનડીટીવીએ પોતાના રિપોર્ટમાં આ અંગેની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી આપી છે.

NMCએ 40 કોલેજોની માન્યતા કરી રદ્દ

તો બીજી તરફ એનએમસીએ આ વર્ષે 40 કોલેજોની માન્યતા રદ્દ કરી દીધી છે. નેશનલ મેડિકલ કમીશનનું યૂજી બોર્ડ પાંચ વર્ષ માટે મેડિકલ કોલેજને માન્યતા આપતું રહ્યું છે. તે પછીથી અત્યાર સુધી કુલ 20 મેડિકલ કોલેજની અપીલ મેડિકલ બોર્ડ પાસે ગઈ છે જ્યારે 6 અપીલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસે આવી છે. કેમ કે એનએમસી સમક્ષ અપીલ પછી બીજી અપીલ સ્વાસ્થ્ય મંત્રાલય પાસે આવે છે.

આ પણ વાંચો- વાવાઝોડું ‘બિપરજોય’ પોરબંદરથી 900 કિમી દૂર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર

મોતિયાની સર્જરી અંગે સરકાર મિશન મોડમાં

આરોગ્ય મંત્રાલય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર મોતિયાની બેકલોગ સર્જરીને લઈને મિશન મોડમાં કામ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 83 લાખ સર્જરી કરવામાં આવી છે. જણાવી દઈએ કે દર વર્ષે 60થી 65 લાખ મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. કોવિડને કારણે ઘણો બૅકલોગ થઇ ગયો ​​હતો. કોવિડ મહામારીના કારણે બે વર્ષથી મોતિયાનું ઓપરેશન થઇ શક્યા નહતા.

લગભગ 1.25 કરોડ મોતિયાની સર્જરીનો બેકલોગ હતો, આ માટે 17 થી 31 જાન્યુઆરી સુધી ઝુંબેશ ચલાવીને 75 લાખ સર્જરી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 83 લાખ 44 હજાર મોતિયાની સર્જરી થઈ ચૂકી છે.

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે BTP-JDUનું ગઠબંધન; નીતિશ કુમાર કરશે પ્રચાર

Back to top button