PM મોદીએ મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં 15000 હજાર લોકો સાથે યોગ કર્યા, કહ્યું- યોગ જીવનનો ભાગ નહીં, જીવનનો એક માર્ગ છે
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા. તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા હતા. PM મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવાx આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે. PM મોદીએ લોકોને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને આ દરમિયાન યોગના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યોગ વિશ્વમાં શાંતિ લાવે છે.
યોગ દેશ અને વિશ્વમાં શાંતિ લાવી શકે છે: PM મોદી
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું- ‘આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.
તેમણે વધુમાં કહ્યું- ‘યોગને વિશ્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.
યોગ દેશના ભૂતકાળને વિવિધતા સાથે જોડે છે
તેમણે આગળ કહ્યું હતું- ‘દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. એ ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે એમ એમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે.
તેમણે વધુમાં કહ્યું હતું- ‘મિત્રો, વિશ્વના લોકો માટે યોગ માત્ર ‘જીવનનો ભાગ’ નથી, પરંતુ હવે એતે ‘જીવનનો માર્ગ’ બની રહ્યો છે. આપણે જોયું છે કે આપણા ઘરના વડીલો, આપણા યોગસાધકો દિવસના જુદા જુદા સમયે પ્રાણાયામ કરે છે, પછી ફરી કામ કરવાનું શરૂ કરે છે. આપણે ગમે તેટલા તણાવમાં હોઈએ, યોગની થોડી મિનિટો આપણી સકારાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આપણે પણ યોગ પ્રાપ્ત કરવાનો છે.
Guardian Ring of Yoga પ્રયોગ થઈ રહ્યો છેઃ PM
PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મૈસૂર જેમ ભારતના આધ્યાત્મિક કેન્દ્રોએ જે યોગ ઉર્જાને સદીઓથી પોષિત કરી, આજે તે યોગ ઉર્જા વિશ્વ સ્વાસ્થ્યને દિશા આપી રહ્યું છે. આજે યોગ વૈશ્વિક સહયોગ પારસ્પરિક આધાર બનેલો છે. આજે યોગ માનવ માત્રને નિરોગ જીવનો વિશ્વાસ આપી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર “Guardian Ring of Yoga” નો એવો જ અભિનવ પ્રયોગ વિશ્વભરમાં થઇ રહ્યો છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં સૂર્યોદયની સાથે, સૂર્યની ગતિ સાથે, લોકો યોગ કરી રહ્યા છે.
પીએમએ આગળ કહ્યું કે યોગાની આ અનાદિ યાત્રા અનંત ભવિષ્યની દિશામાં આ રીતે જ ચાલતી રહેશે. हम सर्वे भवंतु सुखिनः, सर्वे सन्तु निरामया ના ભાવ સાથે એક સ્વસ્થ્ય અને શાંતિપૂર્ણ વિશ્વ યોગના માધ્યમથી ગતિ પણ ગતિ આપશે.