ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી મંદિરના GISFS જવાનને બેગ મળતા યાત્રાળુને પરત કરી

Text To Speech

પાલનપુર: અંબાજી મંદિરના મેઈનગેટની બાજુમાં એક શંકાસ્પદ બેગ (પર્સ) મળી આવ્યું હતું. તેને ચેક કરીને જોતા ત્યાં હાજર GISFના જવાન તરીકે ફરજ બજાવતા ડાભી નારાયણસિંહ અને કાંતીભાઇ પરમારએ ચેક કરતા અંદર બે મોબાઇલ તથા રોકડ રકમ તથા કિંમતી વસ્તુઓ મળી આવી હતી. તેમજ માલીકનો મોબાઈલ નંબર મળતાં પર્સના માલીકને ફોન કરી મુળ કર્ણાટકના વતની અહીંથી 50 કીમી દુર ચાલ્યા ગયા હતા. એમને ઘરે કોન્ટેક કરીને પરત બોલાવેલા.

આમ ડાભી નારાયણસિંહે મુળ માલીકને બેગ પરત સોંપી ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. મુળ માલીક કર્ણાટકના રહેવાસી હતા અને દર્શન કરવા આવ્યા હતા. તેઓ પરત આવતા એટલા ખુશ થયા કે એમને ખુશીનો કોઈ પાર ન રહ્યો. આમ અંબાજી મંદિરમાં GISFના ​​​​​​જવાન ભૂતકાળમાં પણ સુંદર કામગીરી કરેલ છે.

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલ ‘અંગદાન મહાયજ્ઞ’ – 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

Back to top button