ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ચોખાની આડમાં દારૂની હેરાફેરી, ગુંદરી ચેકપોસ્ટ પરથી ઈંગ્લીશ દારૂની 2640 બોટલ ઝડપાયી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 માંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ ને મળેલી બાતમી હકીકત આધારે રાજેસ્થાન તરફથી એક શંકાસ્પદ ટ્રક આવતા ચેક પોસ્ટ પર તેને રોકાવી પોલીસ ચેક કરતા ચોખાના કટ્ટાની આડમાં દારૂ લઈ ગુજરાતમાં ઘુસાડે તે પહેલા પોલીસ તેને ઝડપી પાડ્યો છે જેમાં કુલ 27 લાખ 80 હાજરથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે એકની અટકાયત કરી બે ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દારૂના વેચાણ અને હેરાફેરી-humdekhengenews

પોલીસે એક શખ્સની અટકાયત કરી

બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ઘણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય પાંથાવાડા પોલીસ મથકના ડી.આર.પારગીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, મંડાર રાજસ્થાન તરફથી એક ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 નીમાં ચોખ્ખાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડા તરફ આવે છે.

જે બાતમી હકીકત આધારે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ખાતે હકીકતવાળી ટ્રક ગાડી મંડાર રાજેસ્થાન તરફથી આવતાં તેમાં ચેક કરતાં ટ્રકની અંદર ચોખ્ખાના કટ્ટાઓ ભરેલ હોઇ જે હટાવી વચ્ચે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 2640 બોટલો જેની 7 લાખ 62 હજાર 960 તેમજ કુલ મુદ્દામાલ એમ મળી 27 લાખ 80 હજાર થી વધુનો કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાન ના વેદિયા ચિતલા ગામના ચાલક અમરારામ લીખમારામ જાટ તેમજ માલ ભરાવનાર બાડમેર ના દૂધવા ગામના ઉદારામ જાટ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: આધુનિકરણ થવાથી ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં : પૂર્વમંત્રી પ્રકાશભાઈ મહેતા

Back to top button