દરેક છોકરી પોતાના પાર્ટનરના મોઢે સાંભળવા ઇચ્છે છે આ વાતો
- થોડા વર્ષો બાદ લગ્નજીવન નીરસ ન થાય તેનું ધ્યાન રાખો
- લાંબો સમય પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ટકાવી રાખો
- ‘યુ આર માય ફેવરિટ’ કે ‘આઇ રિસ્પેક્ટ યુ’ કહી શકો છો
પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસની નાજુક દોરીથી બંધાયેલો હોય છે. તમારા સંબંધોને સુંદર બનાવવા માટે અને લાંબો સમય ટકાવી રાખવા માટે બધા પોતાના તરફથી કોશિશ કરતા હોય છે. આ એક એવુ બંધન છે જેમાં બે લોકો પોતાની મરજી અને પ્રેમથી જોડાય છે. ઘણી વખત ઘર-પરિવારની જવાબદારીઓ સંભાળતા સંભાળતા વ્યક્તિ પોતાના પાર્ટનરની નાની નાની ખુશીઓને અવગણે છે. આ કારણે લગ્નજીવનમાં નીરસતા આવવા લાગે છે. આવા સંજોગોમાં એવી કેટલીક વાતો છે જે છોકરીઓ પોતાના પાર્ટનર પાસેથી સાંભળવા ઇચ્છે છે.
યુ આર માય ફેવરિટ
તમારા માટે આ ચાર શબ્દો ભલે શબ્દ માત્ર હોય, પરંતુ છોકરીઓ માટે તે ખુબ ખાસ હોય છે. પાર્ટનરના મોંથી નીકળેલા આ શબ્દો દિવસભરનો થાક દુર કરી શકે છે અને ઉદાસીને થોડી ક્ષણોમાં દુર કરી દે છે.
હું તારી રિસ્પેક્ટ કરુ છુ
ઘર હોય કે બહાર દરેક મહિલા ઇચ્છે છે કે તેનો પાર્ટનર તેને સન્માન આપે. ખાસ કરીને ત્યારે જ્યારે તે ખુદને લોકો કે પરિવાર વચ્ચે એકલી મહેસુસ કરતી હોય. તમારા આ સન્માન અને ભરોસાથી તેનો આત્મવિશ્વાસ બેગણો થઇ જશે.
મારી જિંદગીમાં આવવા માટે થેન્ક્સ
તમે તમારા પાર્ટનરને તમારી લાઇફમાં આવવા માટે થેન્ક્સ કહી શકો છો. આજે તેના કારણે તમારી પાસે એક સારો પરિવાર છે અને ખુશીઓ છે. તમારી એ વાત તેના દિલને ટચ કરી જશે.
તુ મારી તાકાત છે
તમારા દરેક સુખ-દુઃખમાં સાથ આપવા માટે તમે તમારા પાર્ટનરને આઇ થેન્ક યુ ગોડ ફોર યુ એવુ કહી શકો છો. પાર્ટનરને જણાવો કે તેમને એ વાતનો અહેસાસ છે કે જ્યારે જ્યારે તમારી ઉપર કોઇ મુસીબત આવી છે તો તેણે હંમેશા તમારો સાથ આપ્યો છે.
તુ આકર્ષક છે
લગ્નના થોડા સમય બાદ જવાબદારીઓના બોજના લીધે પતિ અને પત્નીની સેક્સ લાઇફ બોરિંગ અને સ્લો થવા લાગે છે. આવા સંજોગોમાં તેને કહો કે તુ આજે પણ પહેલા દિવસ જેટલી જ એટ્રેક્ટિવ છે. તમારા લગ્નજીવનમાં રંગ ભરાઇ જશે.
આ પણ વાંચોઃ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?