નેશનલ

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે PM મોદીનો અમેરિકા પ્રવાસ? આ મુદ્દાઓ પર થઇ શકે છે વાતચીત

PM Modi America Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં જ અમેરિકાનો પ્રવાસ કરવાના છે. 21થી 24 જૂન સુધી પીએમ મોદી અમેરિકામાં રહેશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર પીએમ મોદી અમેરિકા જઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદીનો આ અમેરિકન પ્રવાસ અનેક રીતે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે રક્ષા, પ્રોદ્યોગિક સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને વાતચીત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતમાં અમેરિકન કંપની GEના F414 જેટ એન્જિનના ભારતમાં નિર્માણને પણ લીલી ઝંડી મળી શકે છે.

વ્હાઈટ હાઉસના મીડિયા સચિવે આપી જાણકારી

શું ડિફેન્સ સેક્ટર બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો એક મુખ્ય હિસ્સો હશે? મીડિયાના આ પ્રશ્નના જવાબમાં વ્હાઈટ હાઉસના મીડિયા સચિવ કેરિન જ્યાં પિયરે કહ્યું, ‘વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડન અમારા બંને દેશોને મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરશે. તેમને કહ્યું કે સમૃદ્ધ અને સુરક્ષિત હિન્દ-પ્રશાંત માટે સંયુક્ત પ્રતિબદ્ધતા અને રક્ષા સહિત અમારી વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીને વધારવાના અમારા સંયુક્ત સંકલ્પ પર ચર્ચા કરશે.’

PM મોદી -humdekhengenews

બંને નેતાઓ વચ્ચે આ મુદ્દાઓ પર બની શકે છે વાતચીત

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ચર્ચા એક સ્વતંત્ર, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ભારત-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે. વ્હાઈટ હાઉસે બુધવારે (7 જૂન) કહ્યું કે બંને નેતા રક્ષા પર વિશેષ ધ્યાન આપવાની સાથે-સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી સહિત અન્ય અનેક પરિયોજનાઓને આગળ વધારવાના પોતાના દઢ સંકલ્પ પર ભાર આપશે.

મીડિયા સચિવ તરફથી આગળ કહેવામાં આવ્યું કે, મારા પાસે હાલમાં વડાપ્રધાન મોદીની યાત્રા અંગે વધારે કહેવા માટે કંઇ છે નહીં. જેવો જ સમય નજીક આવશે અમારા પાસે નિશ્ચિત રીપથી શેર કરવા માટે કંઇક અન્ય માહિતી પણ હશે. આગામી યાત્રા સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત વચ્ચે ઊંડી અને નજીકની ભાગીદારી પર મોહર લગાવશે. આ પરિવાર અને દોસ્તીના એક એવા બંધનને દર્શાવે છે જે અમેરિકન અને ભારતીયોને એક સાથે જોડે છે.

સચિવે આગળ કહ્યું કે, નિશ્ચિત રૂપથી સ્વચ્છ ઉર્જા અને અંતરિક્ષ અંગે પણ વાત કરવામાં આવશે, પરંતુ હું વધારે વિસ્તારમાં બતાવી શકું તેમ નથી કે તે અંગે કઇ ચીજ પર વધારે ભાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, જેમ-જેમ આપણે 22 જૂનની નજીક આવતા જઈશું તેમ-તેમ અમારા પાસે તમને જણાવવા માટે વધારે માહિતી હશે.

જો બાઈડેનના નિમંત્રણ પર અમેરિકા જઈ રહ્યાં છે પીએમ મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડેન 22 જૂને રાજકીય ભોજન પર પીએમ મોદીની મેજબાની કરશે. પીએમ મોદી, પહેલા ભારતીય પ્રધાન મંત્રી હશે જે 21થી 24 જૂન સુધી સંયુક્ત રાજ્ય અમેરિકાની પોતાની આગામી સત્તાવાર યાત્રા દરમિયાન બીજી વખત અમેરિકન કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

ઇન્ડોનેશિયામાં થઈ હતી પીએમ મોદી અને જો બાઈડેનની ચર્ચા

ઇન્ડોનેશિયામાં તેમની છેલ્લી વ્યક્તિગત મુલાકાતમાંવડા પ્રધાન મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો અને અન્ય ક્ષેત્રો પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. પીએમઓના સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકમાં બંને પક્ષોએ નિર્ણાયક અને ઉભરતી ટેક્નોલોજી, અદ્યતન કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ભાવિ-લક્ષી ક્ષેત્રોમાં ગાઢ સહકારની ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર પણ ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ગઠબંધન છે.

 આ પણ વાંચો : PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા એક મહત્વપૂર્ણ બેઠકની થઇ રહી છે ચર્ચા; પરંતુ કેમ?

Back to top button