કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીએ કર્યુ ફાયરિંગ

Text To Speech
  • રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ કર્યુ ફાયરિંગ
  • પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર છે કરણ
  • પોલીસે શખ્સની કરી અટકાયત, જાણો સમગ્ર મામલો

રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે.

કારમાંથી “મંત્રી” રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું બોર્ડ મળ્યું

જો કે કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે. ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે કબજે કરેલી કારમાં ”મંત્રી” રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું બોર્ડ પણ મળ્યું હતું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ કરી શરૂ કરી છે. મહત્વનું છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાત્રિના શહેરમાં હતા ત્યારે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ બે રાઉન્ડ ફાયર કરતા દોડધામ મચી ગઈ હતી.

શૌચાલય કર્મીઓ સાથે બોલાચાલી થઈ

આ અંગે નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે શૌચાલય બંધ કરવામાં આવતું હતું. શૌચાલયમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: 5 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી, વિજય નેહરાને વધારાનો ચાર્જ સોંપાયો

 

Back to top button