- શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે
- સિદ્ધપુર અને ગાંધીનગરમાં કાર્યક્રમોને સંબોધશે
- બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે. જેમાં સિદ્ધપુર અને ગાંધીનગરમાં કાર્યક્રમોને સંબોધશે. મોદી સરકારના 9 વર્ષની ઉજવણી અને ભાજપ સંગઠનની બેઠકો યોજશે. તથા અમિત શાહના સત્તાવાર કાર્યક્રમો અંગે બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસને સલામ, ટ્રાફિક પોલીસે બચાવ્યો યુવાનનો જીવ
શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે
ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના સંસદિય મતક્ષેત્ર ગાંધીનગર ઉપરાંત સિધ્ધપુરની મુલાકાત પણ લેશે. આ બે દિવસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 9 વર્ષની ઉજવણીના કાર્યક્રમો તેમજ ભાજપના સંગઠનની બેઠકોમાં સામેલ થશે.
બુધવારે સાંજે તેઓ વડનગરની મુલાકાત લેશે
અમિત શાહ પૂર્વે 7મી જૂનને બુધવારે ભારત સરકારના સાંસ્કૃતિ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી પણ ગુજરાતના પ્રવાસે છે. બુધવારે સાંજે તેઓ વડનગરની મુલાકાત લેશે. જ્યાં વડનગરના પૌરાણિક અને આધુનિક મહત્વને સાંકળી લઈને તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી સિરિઝના જીવંત પ્રસારણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રમાં ભાજપની મોદી સરકારના નવ વર્ષની ઉજવણી નિમિત્તે દેશભરમાં ભાજપના સાંસદોને પોતાના મતક્ષેત્રમાં કામનો હિસાબ તેમજ ઉપલબ્ધીઓનો પ્રચાર- પ્રસાર કરવા કહેવાયુ છે.
આ પણ વાંચો: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે: બજારમાં અત્યારે ઓર્ગેનિક ફૂડના નામે પણ છેતરપિંડીનો ધંધો
કાર્યક્રમો અંગે બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે
લાભાર્થીઓ સુધી યોજનાઓને પહોંચાડવાની કામગીરી સોંપાઈ છે. ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગાંધીનગરમાં અને સિધ્ધપુરમાં કાર્યક્રમોને સંબોધશે. આ ઉપરાંત વિકાસકાર્યોના લોકાર્પણ સહિતની બેઠકોમાં પણ તેઓ સામેલ થશે તેમ મનાય છે. અલબત્ત, ગાંધીનગર સંસદિય મતક્ષેત્રના કાર્યલાયે કહ્યુ કે, આગામી 10 અને 11મી જૂન દરમિયાન અમિત શાહના સત્તાવાર કાર્યક્રમો અંગે બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.