- પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓની સમિક્ષા બેઠક યોજી
- 4.30 કરોડ પાઠય પુસ્તકોનું શાળાઓમાં વિતરણ પૂર્ણ
- આ વખતે બોર્ડર વિલેજ સ્કૂલ પર વિશેષ ધ્યાન રહેશે
12મી જૂનથી શરૂ થઈ રહેલા શાળા પ્રવેશોત્સવ પહેલા જ ધોરણ 1થી 12 સુધીના 8 માધ્યમોના વર્ગો માટે 4.65 કરોડ પુસ્તકો શાળાઓમાં પહોંચાડી દેવાયા છે. એટલુ જ નહિ, પહેલીવાર શરૂ થઈ રહેલી બાલવાટિકાઓ માટે પણ ત્રણના સેટમાં 11.67 લાખ પુસ્તકોનું વિતરણ થઈ રહ્યુ છે. તેમ જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વખતના પ્રવેશોત્સવમાં બોર્ડર વિલેજ અર્થાત સરહદી ગામોની શાળામાં બાળકોના પ્રવેશ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે એમ કહ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત પોલીસને સલામ, ટ્રાફિક પોલીસે બચાવ્યો યુવાનનો જીવ
પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓની સમિક્ષા બેઠક યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત વિભાગના સેક્રેટરી, અધિકારીની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓની સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે 20મા તબક્કાએ પહોચેલા આ પ્રવેશોત્સવમાં આ વખતે ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે 14મી જૂન સુધી ગામેગામ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનપ્રતિનિધીઓને જોડીને એક એક બાળકને શાળામાં લઈ જવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ
શાળામાં નામાંકનનો દર 37થી વધીને 99 ટકાએ પહોંચ્યો
નેશનલ એજ્યુકેશન પોલિસી- 2020ની ભલામણો મુજબ આ વર્ષે પ્રથમ વખત પાંચથી છ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે. 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ-1માં પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસિય પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવશે. ઉલ્લેખનિય છે કે, બે દાયકાથી ચાલતા આ પ્રયાસને કારણે શાળામાં નામાંકનનો દર 37થી વધીને 99 ટકાએ પહોંચ્યો છે.