ટ્રેન્ડિંગવર્લ્ડ

બાબા વેંગા: ડિસેમ્બર 2023 સુધીમાં ધરતી પાયમાલ થશે, આ ડરામણી ભવિષ્યવાણી સાચી પડશે?

Text To Speech

બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ વર્ષ 2023 વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી અને નવું વર્ષ શરૂ થતાં જ તેની ચર્ચાઓ થવા લાગી હતી. જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડે તો ધરતી પર મોટા સંકટ આવી શકે છે. તમને જણાવી દઈએ કે લગભગ 115 વર્ષ પહેલા બાબા વેંગાએ દરેક વર્ષ માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે.

આ પણ વાંચો:ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ

બાબા વેંગા દ્વારા કરેલ અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે તે તમને પણ ખબર છે. બાબા વેંગાના શબ્દો સો ટકા સાચા હોય છે. એવું માનવામાં આવે છે કે બાબા વેંગાએ કહ્યું હતું કે આ વર્ષે 2023 માં હવામાન, ભૂકંપ, તોફાનને કારણે લોકોને કુદરતી આફતોનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હમણાં જ વાવાઝોડા ને વરસાદી ઝાપટાઓ આવી રહ્યા છે. આ કારણે લોકો વધુ ડરી રહ્યા છે.

બાબા-humdekhengenews

શું કરી છે બાબાએ 2023ની ભવિષ્યવાણી:

બાબા વેંગાએ વર્ષ 2023 માટે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023ના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં પરમાણુ હુમલો થશે. જેનાથી પૃથ્વી પર ભયંકર વિનાશ થશે. બાબાની આ ભવિષ્યવાણીથી લોકો ડરી ગયા છે. આ આગાહીને ત્રીજા વિશ્વ યુદ્ધનું નામ આપવામાં આવ્યું છે. આ આગાહી મુજબ પૃથ્વી પર વિનાશ થઈ શકે છે. આના કારણે પર્યાવરણમાં ફેરફાર જોવા મળશે. જેના ગંભીર પરિણામો પૃથ્વીને ભોગવવા પડશે. આની સાથે 2023માં મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની ચેતવણી પણ આપી હતી. એવું માનવામાં આવે છે કે આની અસર એશિયા પર પડશે. જેના કારણે અનેક બીમારીઓ ફેલાવાની આશંકા છે. આ પરમાણુ વિસ્ફોટમાંથી જે રેડિયેશન નીકળશે તે ચારેબાજુ હાહાકાર મચાવશે. આવી અનેક ભવિષ્યવાણીઓ બાબા વેંગાએ કરી છે જેને લઈને લોકો ચિંતિત છે.

આ પણ વાંચો:ટોળાએ માતા-પુત્ર સહિત 3ને જીવતાં સળગાવ્યા; પોલીસને માત્ર હાડકાં જ મળ્યાં

કોણ હતા બાબા વેંગા?

બાબા વેંગા યુરોપના બલ્ગેરિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે બાબા વેંગાએ બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મૃત્યુ પહેલા, તેમણે વર્ષ 5079 સુધી આગાહી કરી હતી.

આ પણ વાંચો : કેનેડાના જંગલોમાં લાગેલી આગે અમેરિકનોના રૂંધ્યા શ્વાસ; 1 લાખ 20 હજાર લોકોએ છોડ્યા ઘર

Back to top button