ટ્રેન્ડિંગધર્મ

બુધનું વૃષભ રાશિમાં ગોચરઃ આ રાશિઓ માટે બનશે ફાયદાકારક

  • બુધ સ્વરાશિમાં હોય તો અનુકુળ સ્થિતિમાં હોય છે
  • બુધ કન્યા રાશિમાં ઉચ્ચમાં હોય તો જાતકોને વેપારમાં સફળતા મળે
  • આજે  7 જુન, 2023ના રોજ બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે

વૈદિક જ્યોતિષમાં બુઘને બુદ્ધિ અને તર્કનો કારક ગ્રહ કહેવાય છે. બુધ કુંડળીના ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. જો બુધ સ્વરાશિ મિથુન અને કન્યામાં હોય તો અનુકુળ સ્થિતિમાં હોય છે અને જાતકોને સારા પરિણામ મળે છે. બીજી બાજુ જ્યારે બુધ કન્યા રાશિમાં ઉચ્ચ અને શક્તિશાળી સ્થિતિમાં હોય તો તે જાતકોને વેપારમાં સફળતા અપાવે છે. આજે બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. બુધના વૃષભ રાશિમાં ગોચર દરમિયાન જાતકોએ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામોનો સામનો કરવો પડશે. જાણો બુધ ગોચરથી કઇ રાશિઓને લાભ થશે.

વૃષભ રાશિ

આર્થિક લાભ અને કરિયરની બાબતમાં બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે. આ દરમિયાન તમને નોકરીના સારા અવસર મળશે. વિદેશથી વેપાર કરનારા લોકોને લાભ થશે. આર્થિક બાબતોમાં આ ગોચર તમારા માટે શુભ રહેશે. તમને ધન સંચય કરવામાં સફળતા મલશે. પ્રેમ સંબંધોમાં તમે પહેલા કરતા વધુ મજબૂત બનશો. આરોગ્ય પણ સારુ રહેશે.

બુધનું વૃષભ રાશિમાં ગોચરઃ આ રાશિઓ માટે બનશે ફાયદાકારક hum dekhenge news

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોની કરિયર શાનદાર રહેશે. નોકરીમાં તમને એવા કેટલાક મોકા મળી શકે છે. જેની તમે લાંબા સમયથી રાહ જોતા હતા. કાર્યક્ષેત્રમાં બહેતર પ્રદર્શન કરવા પર તમને પુરસ્કાર મળશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને લાભ થશે. જો તમે કોઇ નવુ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તે પણ કરી શકશો, તમને ભાગ્યનો સાથ મળશે. વિરોધીઓ તમારાથી દુર ભાગશે. આર્થિક બાબતોમાં તમને ફાયદો થશે. અટકેલા નાણાં મળશે. જીવનસાથી સાથે બહેતર તાલમેલ રહેશે. પરિવાર સાથે ફરવાનો પ્લાન કરશો અને આરોગ્ય સારુ રહેશે.

ધન રાશિ

તમારી આવકમાં વધારો થશે. ઘણા દિવસોથી અટકેલા નાણા મળશે. ધન મળવાના યોગ પણ છે. જમીન સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. તમારા દમ પર કઠિન પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે.

બુધનું વૃષભ રાશિમાં ગોચરઃ આ રાશિઓ માટે બનશે ફાયદાકારક hum dekhenge news

મકર રાશિ

મકર રાશિના લોકો માટે બુધ ભાગ્યશાળી ગ્રહ માનવામાં આવે છે. વૃષભ રાશિમાં તેનું ગોચર ઇચ્છશો એવા પરિણામ આપશે. તમારા માટે ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે. જે પ્રકારની નોકરી તમે શોધી રહ્યા છો તે મળશે. આર્થિક બાબતોમાં પણ આ ગોચર તમારા માટે શુભ માનવામાં આવે છે. આરોગ્ય સારુ રહેશે, તમે ઉર્જાથી ભરેલા રહેશો. કરિયરમાં પ્રગતિ થશે.

કુંભ રાશિ

તમારી રાશિ માટે બુધનું ગોચર ધન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સંકેત છે. જે લોકો નોકરિયાત છે તેમને વધુ સારા ચાન્સ મળશે. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેઓ વધુ સારી ડીલ કરશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કાયદાકીય વિવાદમાં તમારી જીત થશે.

મીન રાશિ

બુધ ગોચના શુભ પ્રભાવ તમને નોકરીમાં મનવાંછિત પરિણામો આપશે. જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો યોગ્ય તક મળશે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખજો. ખર્ચ વધવાની સાથે ખર્ચ પણ વધશે. આ ગોચર તમારા માટે શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુરૂ એક વર્ષ સુધી આ રાશિઓ પર રહેશે મહેરબાનઃ તમને લાભ થશે કે નહીં?

Back to top button