ટ્રેન્ડિંગ

નલ સે જલ યોજના: સરકારના પાણી પાછળ 5540 કરોડ રૂપિયા પાણીમાં?

  • પોશીના 59 ગામમાં પાણીની સમસ્યા 
  • લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા છે
  • “હર ઘર નળ હર ઘર જળ” નળ છે પણ જળ નથી

હિમતનગર, પોશીના : પાણીની સમસ્યા કોઈ પણ ગામ, રાજ્ય કે દેશ માટે ગંભીર સમસ્યા છે ત્યારે પોશીના 59 ગામમાં  “હર ઘર નળ હર ઘર જળ યોજના હેઠળ નળ તો પહોંચ્યા પણ નળમાં પાણી ન પહોંચ્યું.

ગુજરાતના નાણા પ્રધાન, કનુભાઈ મોહનલાલ દેસાઈ, દ્વારા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન જલ જીવન મિશન (Water Life Mission)અંતર્ગત હર ઘર જલ યોજના( Every home water plan)દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા કેન્દ્ર સરકારના રૂપિયા 2500 કરોડ અને રાજ્ય સરકારના (Gujarat Budget 2022) રૂપિયા 3040 કરોડ સહિત કુલ રૂપિયા 5540 કરોડ ફળાવ્યા.

પાણી પાછળ 5540 કરોડ રુપયા પાણીમાં ?

“જળ એ જ જીવન” આ નારા આપણે ઠેર- ઠેર જોયા અને વાંચ્યા હશે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીને લાગતી સમસ્યા કાયમી સામે આવતી હોય છે. આનો ઉકેલ માટે સંપૂર્ણ લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા “ઘેર- ઘેર નળ યોજના” હેઠળ ગામમાં રહેતા લોકોને પીવાના પાણીને લઇને થતી સમસ્યાનો ઉકેલ લઇ આવા પ્રયાસ કરાયો હતો પણ હવે એવું લાગે છે કે આ યોજના તો સરકાર લઇ આવી પણ શું પાણી લઇ આવામાં સફળ થઈ છે? તે એક યક્ષ પ્રશ્ન છે.

પીવાનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી મળી રહે તેવા તાત્પર્યથી શરુઆત કરાયેલ “હર ઘર નળ હર ઘર જળ યોજના પોશીના તાલુકામાં અનેક જગ્યાએ ફોટો સેશન પૂર્તિ સીમિત થઇ ગઈ છે એવું લાગી રહ્યું છે . જો આ યોજના હેઠળ યોગ્ય રીતે કાર્ય કરવામાં આવ્યું હોત તો આ દર્શ્યો ઉદભવ્યા ન હોત. તેવામાં તંત્રની કામગીરી ઉપર એક વખત ફરીથી પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે  સરકારના 5540  કરોડ રૂપિયા કોના કારણે પાણીમાં ગયા છે ? પોતે સરકારની આળસના કારણે કે પછી કામચોર અધિકારીઓના કારણે?

લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા

તંત્ર અને લોકોના વાંકે ગ્રામજનો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. સાબરકાંઠા પોશીનાના 59 વિવિધ ગામોમાં 50383 નળ કનેક્શન આપવાનું આયોજન કરાયું હતું. પોશીનાના વિવિધ ગામોમાં કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આંબામહુડા, અજાવાસ, ખંઢોરા, પેટાછાપરા,ગણેર, ચોળીયા, સેબલીયા સહિતના ગામોના લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. તંત્રએ જે ગામોમાં ખર્ચ બચાવ્યો છે ત્યાં આજે પણ લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા છે. પાણીના બેડા માથે મૂકી ડુંગર ઉપર ચડતા ઉતરતા બાળકો મહિલાઓ જાણે આજે પણ 19મી સદીમાં જ જીવી રહ્યા છે.

આ પણ વાંચો; બનાસકાંઠા: પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાતા ટ્રાફિકજામ

Back to top button