વિશેષ

ફિયાન્સ સાથે ફરવા ગયેલા રત્નકલાકારને કોણ ભટકાયું ? શું થયું તેની સાથે ?

Text To Speech

ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં રહેતો રત્નકલાકારના પોતાની ફિયાન્સીને લઈ બોરતળાવ ફરવા ગયો હતો. આ દરમિયાન ચાર શખ્સોએ આ કપલનો પીછો કરી તેઓના મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતાં. જે સંદર્ભે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓને 45,000 ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

‘તમે ઘરેથી ભાગીને આવ્યાં છો’ કહી કપલ પાસેથી મોબાઈલની ચીલઝડપ કરી

મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ફૂલસર ગામનો વતની અને હાલ બોરતળાવ કુમદવાડી વિસ્તારમાં રહી હીરા ઘસતો રત્નકલાકાર વિષ્ણુ વિઠ્ઠલ મકવાણા ગત તા.15,6 ના રોજ પોતાની ફિયાન્સીને લઈને બોરતળાવના કિનારે આવેલા ઈસ્કોન કલબના પાળા પાસે ફરવા ગયો હતો. આ દરમિયાન આ કપલનો પીછો કરી ચાર અજાણ્યા શખ્સોએ કપલને ધમકાવી તમે ઘરેથી ભાગીને આવ્યાં છો તેમ કહી તેઓની પાસે રહેલો મોબાઈલ આંચકી ભાગ્યા હતાં. આથી યુવાને આ ચારેય શખ્સોનો કાળીયાબિડ સુધી પીછો કર્યો હતો અને ત્યાં રીક્ષામાં સવાર આરોપીઓને મોબાઈલ પરત કરવા જણાવ્યું હતું, પરંતુ શખ્સોએ યુવાનને ધમકાવી ત્યાંથી ફરાર થઈ જતાં યુવાને ચારેય શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ટેકનિકલ સોર્સીસના આધારે બોરતળાવ બાલવાટીકા પાસેથી ઝડપાયા

આ ફરિયાદ આધારે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનના જવાનોએ ટેકનિકલ સોર્સીસના આધારે બોરતળાવ બાલવાટીકા પાસે રીક્ષા નં-જી-જે-04-AU-2249માં બેઠેલાં ચારેય શખ્સો શાહરૂખ ઉર્ફે નવાબ હનિફ પઠાણ (ઉ.વ.24 રે.આનંદનગર સ્લમબોર્ડ) શક્તિ રણજીત ગોહિલ (ઉ.વ.31 રે.રામદેવ નગર આવાસયોજના) મહંમદ હુસૈન રફીક હમિદાણી (ઉ.વ.32 રે.મેમણકોલોની ભરતનગર) તથા સુનીલ આલજી રાઠોડ (ઉ.વ.25 રે.એસટી વર્કશોપ સામે ભાવના સોસાયટી મફતનગર)ની ધરપકડ કરી પુછપરછ સાથે અંગ ઝડતી કરતાં આ શખ્સોના કબ્જા તળેથી ફરિયાદીના મોબાઈલ નંગ-2 મળી આવ્યાં હતા. તેમજ આ આરોપીઓએ ગુનાની કબુલાત કરતાં પોલીસે બે મોબાઈલ તથા ગુનો કરી ફરાર થઈ જવા ઉપયોગમાં લીધેલી રીક્ષા મળી કુલ રૂ.45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

Back to top button