રાહુલ ગાંધીના નિવેદન પર ઉપરાષ્ટ્રપતિ ધનખરનો ટોણો- કહ્યું- ‘જરૂરી છે રિયર વ્યૂ મિરરમાં જોવું’
- રાહુલ ગાંધીના નિવેદન પર ઉપરાષ્ટ્રપતિનું પલટવાર; પીએમ મોદીનો કર્યો બચાવ
- રાહુલ ગાંધીના અમેરિકામાં આપેલા નિવેદન પર ઈશારાઓમાં ઉપરાષ્ટ્રપતિએ સાધ્યું નિશાન
- સાઈડ મિરર વ્યૂને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલ ગાંધી સામે કડક શાબ્દિક નિવેદન
- રાહુલ કહ્યું- પીએમ મોદી માત્ર રિયર વ્યૂ મિરરમાં જોઈને ભારતની ગાડી ચલાવી રહ્યાં છે
- ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે- રિયર વ્યૂ મિરરમાં જોઈને ગાડી ચલાવવી જરૂરી
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મંગળવારે (6 જૂન) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલા નિવેદનને લઈને ઈશારામાં તેમના પર શાબ્દિક ટિપ્પણી કરી છે.આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો નહતો. તેમને કહ્યું છે કે દેશની સંસ્થાઓ પર કલંક લગાવવા અને કલંક લગાવનારાઓની ઓળખ કરવા માટે કોઈને પણ રિઅર-વ્યૂ મિરર જોવું પડશે. અસલમાં રાહુલ ગાંધીએ રવિવારે અમેરિકામાં કહ્યું હતુ કે પીએમ મોદી દેશની ગાડીને રિયર વ્યૂ મિરરમાં જોઈને ચલાવી રહ્યાં છે. તેઓ માત્ર પાછળની તરફ જોઈને ગાડી ચલાવી રહ્યાં છે અને પછી હેરાન થઈ રહ્યાં છે કે અકસ્માત પર અકસ્માત કેમ થઈ રહ્યાં છે.
ગુમરાહ (ભટકી ગયેલી, ગેરમાર્ગે ચડેલી) આત્માઓ દેશની ઉપલબ્ધિઓ અને ક્ષમતાઓને લઈને મૂંઝવણમાં છે- જગદીપ ધનખડ
ધનખરે તેમના નિવાસસ્થાન ખાતે ડિફેન્સ એસ્ટેટ સર્વિસના અધિકારીઓની બેચને સંબોધતા કહ્યું,આપણામાંથી કેટલાક લોકો ગર્વ કરતા નથી. ગુમરાહ આત્માઓ દેશની ઉપલબ્ધિઓ અને ક્ષમતાઓને લઈને કન્ફ્યૂઝ છે. તેમને કહ્યું કે, રિયર વ્યૂ મિરરમાં જોવું પડશે અને તે પછી ખબર પડશે કે કોણ લોકો છે કે જેમનું ઝૂકાવ દેશ તરફ નથી, જે આપણી સંસ્થાઓને બદનામ કરવા અને તેમનું વિનાશ કરવા માટે નિકળ્યા છે. આપણને તેમના વિશે ખ્યાલ આવશે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે રસલર્સ સાથે વાતચીત કરવા ફરીથી મોકલ્યું આમંત્રણ; શું પહેલવાનોને મળશે ન્યાય?
2047 સુધી ભારત દુનિયાનું નંબર વન રાષ્ટ્ર બની જશે
જગદીપ ધનખડે કહ્યું, તમે રિયર મિરરમાં માત્ર તે માટે જૂઓ છો, જેથી દુર્ઘટના કરવાના ઈચ્છાથી નિકળેલા વ્યક્તિથી બચી શકો. તેમણે કહ્યું કે, વર્ષ 2047 સુધી ભારત દુનિયાનું નંબર વન રાષ્ટ્ર બની જશે. દેશની અંદર અને બહાર કેટલાક લોકો અમને પરખવાની (ઓળખવાની) કોશિશ કરી રહ્યાં છે.
ધનખડે કહ્યું કે, અમે બીજાઓને પોતાને પરખવાની અનુમતિ આપી શકીએ નહીં. તેમનું આપણને જાણવું ઉદ્દેશ્યપૂર્ણ નથી. કેટલાક તબકાના લોકોને ભારતનો ઉદય પચી રહ્યું નથી કેમ કે આ દેશ શાંતિ, સ્થિરતા અને દુનિયામાં સદ્ભાવનામાં વિશ્વાસ કરે છે. ઉપરાષ્ટ્રપતિએ અધિકારીઓને કહ્યું કે તેઓ ઇતિહાસનો ભાર ન ઉઠાવે. તે તમારી પ્રગતિને બાધિત કરે છે.
પીએમ મોદી રિયર વ્યૂ મિરરમાં જોઈને ભારતીય કાર ચલાવવાની કોશિશ કરી રહ્યાં છે- રાહુલ ગાંધી
LIVE: Address to the Indian Diaspora | New York, USA https://t.co/xolpviON3O
— Rahul Gandhi (@RahulGandhi) June 4, 2023
ઉલ્લેખનિય છે કે અમેરિકાના પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધી સતત ભાજપા સરકારને ઘેરી રહ્યાં છે. પૂર્વ કોંગેસ અધ્યક્ષે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભવિષ્ય તરફ દેખવામાં અક્ષમ ગણાવ્યા હતા. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાંધતા કહ્યું હતુ કે, તેઓ માત્ર રિયર વ્યૂ મિરર જોઈને ભારતીય કાર ચલાવવાની કોશિશ કરી રહ્યાં છે, જે એક પછી એક અકસ્માતનું કારણ બનશે.
આ પણ વાંચો- આ બેંક આપી રહી છે ખેડુતોને 50,000 રુપિયા, તમે પણ લઈ લો લાભ