અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ફરી હવામાન વિભાગની આગાહી, ઘરેથી નીકળતા પહેલાં આ તારીખો જોઈ લેજો

Text To Speech

કમોસમી વરસાદે આ વખતે અમદાવાદમાં કહેર મચાવી છે. વરસાદ તેમજ પવન દેવે રૌંદ્ર રૂપ ધારણ કર્યું  હોય તેવું લાગતું હતું. વાતાવરણમાં અચાનક બદલાવથી હજારો વૃક્ષ, 428 પશુના મૃત્યુ તેમજ 3825 મકાનને નુકશાન થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 2  દિવસ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 7 જૂન સુધી ચક્રવાત બાયપારજોય ભારે વાવાઝોડા સાથે ગુજરાતમાં ભારે વરસાદ લાવી સકે છે. તેથી અમદાવાદવાસીઓને આ તારીખો વચ્ચે ચેતીને રેહવું જોઈએ તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

આગામી 24 કલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. જેમાં રાજ્યમાં બિપરજોય ચક્રવાતી તોફાન(ચક્રવાત) આવવાની શક્યતા છે.ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનીપણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધતાં વધુ તીવ્ર થવાની સંભાવના છે.

2 થી 17 જૂન દરમિયાન વરસાદની 70 ટકા શક્યતા

વાવાઝોડાની અસરને કારણે અમદાવાદમાં બે દિવસ સુધી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે. 12 થી 17 જૂન દરમિયાન વરસાદની 70 ટકા શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શેકે છે. વરસાદના એલર્ટ બાદ SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:Weather Update : રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે કમોસમી વરસાદનું સંકટ !

Back to top button