આજે સંકષ્ટી ચોથ અને બુધવારનો શુભ સંયોગઃ જાણો મુહુર્ત
- દર મહિનામાં બે ચોથ આવે છે
- સુદમાં આવતી ચોથને વિનાયક ચતુર્થી કહેવાય છે
- વદમાં આવતી ચોથને સંકષ્ટી કહેવાય છે
દરેક મહિનામાં બે ચતુર્થી આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. આ બંને તિથિઓ ભગવાન ગણેશને સમર્પિત છે.
દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 7 જૂને એટલે કે આજે સંકટ ચોથ છે. કૃષ્ણ પક્ષમાં આવતી આ સંકષ્ટી ચોથના રોજ બુધવારનો સંયોગ થતો હોવાના કારણે આ વ્રતમાં ગણેશજીની પૂજાથી અનેક ગણું પુણ્ય મળશે. આ દિવસે બ્રહ્મા અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના કારણે આ વ્રત વધુ ખાસ બનશે.
સંકષ્ટી ચતુર્થીના મુહુર્ત
તિથિ પ્રારંભ 6 જુન 2023, મંગળવારે રાતે 12.39 વાગ્યે
તિથિ સમાપ્તિ 7 જુન 2023 બુધવાર રાતે 9.50 વાગ્યે
ઉપવાસ 7 જુન બુધવારે
પૂજનનો સમય 5.42થી 9.04
ચંદ્ર દર્શન રાતે 10.56 વાગ્યે
ચંદ્રની પૂજા વિના ચતુર્થી અધુરી
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધુરી માનવામાં આવે છે. રાતે ચંદ્રોદય બાદ ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વધાવી જળ અર્પણ કરીને ઉપવાસ છોડવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ગણેશ ચોથ કરવાથી જીવનમાં કીર્તિ, વૈભવ, ધન અને સારુ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ જાણોઃ દાળ કે છોલે ખાઇને હવે નહિં થાય ગેસ