ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: રોંગ સાઈડ ડ્રાઈવથી અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • નેશનલ હાઈવે પર 53 અકસ્માતમાં 32 વ્યક્તિનાં મોત થયા
  • ગુજરાતમાં વર્ષ 2022માં રોંગ સાઈડ ડ્રાઈવને લીધે 62 મોત
  • ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ 3,319 અકસ્માતમાં 1,991 લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં 15,751 અકસ્માતમાં 7,618 વ્યક્તિનાં મોત થયાં હતા. આ અકસ્માતો પૈકી સૌથી વધુ ઓવર સ્પીડિંગના કારણે થયેલા 3,319 અકસ્માતમાં 1,991 લોકોનાં મોત થયાં છે. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવના 106 અકસ્માત કેસમાં 62 લોકોએ જીવ ગુમાવ્યો છે. દારૂ કે ડ્રગ્સના સેવન સાથે ડ્રાઈવિંગના અકસ્માતના 8 બનાવોમાં ત્રણ લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો: ઈજનેરીનું ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ આ તારીખે જાહેર કરાશે

નેશનલ હાઈવે પર 53 અકસ્માતમાં 32 વ્યક્તિનાં મોત થયા

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ઓવર સ્પીડિંગના કારણે 3,319 અકસ્માતમાં 1,991 લોકોનાં મોત થયા છે, તે પૈકી નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 2,663 અકસ્માતની ઘટના બની છે, જેમાં 1,673 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. એ જ રીતે સ્ટેટ પીડબ્લ્યુડી અંતર્ગતના નેશનલ હાઈવે પર 603 અકસ્માત થયા છે, જેમાં 286 મોત થયા છે, અન્ય વિભાગો અંતર્ગત આવતાં નેશનલ હાઈવે પર 53 અકસ્માતમાં 32 વ્યક્તિનાં મોત થયા છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગના 106 અકસ્માતમાં 62 વ્યક્તિના મોત થયા

રોંગ સાઈડ ડ્રાઈવિંગના 106 અકસ્માતમાં 62 વ્યક્તિના મોત થયા છે, જે પૈકી નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના નેશનલ હાઈવે ઉપર 80 અકસ્માતમાં 43 મોત, સ્ટેટ પીડબ્લ્યુડીના નેશનલ હાઈવે પર 24 અકસ્માતમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાહન ઉપર મોબાઈલ ફોનના ઉપયોગના કારણે ચાર અકસ્માતના કેસ બન્યા છે, જેમાં ત્રણ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્ય કારણસર થયેલા 98 અકસ્માતના કેસમાં 49 વ્યક્તિના મોત થયા છે, જે પૈકી નેશનલ હાઈવે પર 43 ઘટના બની છે અને 21 લોકોએ જીવ ખોયા છે, સ્ટેટ હાઈવે પર 48 અકસ્માતની ઘટના બની છે. જેમાં 26 મૃત્યુ નોંધાયા છે અને વિવિધ વિભાગો અંતર્ગત આવતા નેશનલ હાઈવે પર 7 કેસમાં 2નાં મોત થયા છે. આ સિવાય સ્ટેટ નેશનલ હાઈવે પર રેડ લાઈટ જમ્પીંગના કારણે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. એકંદરે મોટા ભાગના અકસ્માતના કેસમાં વધુ તેજ ગતિએ વાહન ચલાવવાના કારણે અકસ્માતમાં વધુ લોકો માર્યા ગયા છે.

Back to top button