ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે મોડાસામાં ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા ભવ્ય ઉજવણી

પાલનપુર:  5 જૂન- વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વધતા જતા અનેક પ્રદૂષણોથી પર્યાવરણ બચાવવા સૌ ચિંતિત છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષ સંરક્ષણ-તરુ રોપણ માટે વિશેષ આંદોલન ચલાવવામાં આવી રહેલ છે. જેના ભાગ રુપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમ દ્વારા મોડાસા ખાતે 5 જૂન- વિશ્વ પર્યાવરણ દિવસની 21 તરુ રોપણ યજ્ઞ આયોજનથી ઉજવણી કરવામાં આવી.

પર્યાવરણ-humdekhengenews

21 તરુ રોપણ યજ્ઞ યોજાયો

આ જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા 101 સપ્તાહથી સતત દર રવિવારે “પ્રાણવાન સન્ડે” તેમજ “મારું ઘર મારું વૃક્ષ” ના નામથી મોડાસા તેમજ આસપાસ ક્ષેત્રમાં પર્યાવરણ બચાવ આંદોલન અંતર્ગત વૃક્ષારોપણ તથા વૃક્ષજતન ઝુંબેશ ચલાવાઈ રહી છે. પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત સતત પ્રયત્નશીલ આ યુવા ટીમ દ્વારા 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે મોડાસાના માલપુર રોડ પર આવેલ સનસીટી વિસ્તારમાં “21 તરુ રોપણ યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સનસીટીના સૌ રહીશો ખૂબ જ ઉત્સાહભેર સહભાગી બન્યા. જેમાં સૌ રહીશોએ એકવીસ વૃક્ષના રોપાઓને તરુ મિત્ર- તરુ પુત્રના ભાવ સંબંધ સાથે ઉછેર કરવાના સંકલ્પ લીધા. ઉપસ્થિત સૌને અલગ અલગ વૃક્ષના રોપાને પોતાના ખોળામાં લઈ હ્રદય સ્થાન પર લગાવી મંત્રોચ્ચાર સાથેના દિવ્ય વાતાવરણમાં સૌ ખૂબ જ ભાવુક થઈ ગયા.

પર્યાવરણ-humdekhengenews

જીપીવાયજી-મોડાસા યુવા ટીમના અગ્રણી કિરણભાઈ પટેલે પોતાની વિશેષ શૈલીમાં ઉપસ્થિત સૌને ધરતીપર સમજાવ્યું . એમાં વૃક્ષ સંવર્ધન માટે માનવીનું કર્તવ્ય વિષે અનેક ઉદાહરણ સાથે અસરકારક રજૂઆત કરી. અરવિંદભાઈ કંસારા એ વૈદિક મંત્રોચ્ચાર સાથે તરુ રોપણ યજ્ઞનું કર્મકાંડ કરાવ્યું. સૌએ દિપક પ્રગટાવી એકવીસ રોપાઓની આરતી ઉતારી. જીપીવાયજીની યુવા ટીમે વૃક્ષારોપણ માટે નિયત સ્થાનો પર ખાડા કરી સનસીટીના રહીશોના હસ્તે પૂજન સાથે એકવીસ તરુ રોપણ કરવામાં આવ્યું. દરેકે પોતાના છોડના ઉછેર કરવા હંમેશા જાગૃત રહેવા સંકલ્પ લીધા.

પર્યાવરણ-humdekhengenews

આજના દિવસે લીમડો, બદામ, બોરસલ્લી, કણજી, આસોપાલવ, પારિજાત ,ચંપા વિગેરે સાથે એકવીસ તરુ રોપણ કરી આજના વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. ગાયત્રી પરિવાર યુવા જિલ્લા સંયોજક ભાર્ગવભાઈ પ્રજાપતિએ ગાયત્રી પરિવાર દ્વારા માનવમાત્રને સહાયરુપ થવા ચાલતા પર્યાવરણ બચાવ સહિત અનેક રચનાત્મક આંદોલનો વિષે સૌને માહિતી આપી. આ કાર્યક્રમના માહોલમાં ઉપસ્થિત સૌ ખૂબ જ ભાવુક થઈ વૃક્ષોનું જતન, જળ બચાવો, પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, સ્વચ્છતા સહિત પર્યાવરણ બચાવવા સંકલ્પિત થયા.આ સમગ્ર આયોજન સફળ બનાવવા સનસીટીના સ્થાનિક જતિનભાઈ પંચાલના વિશેષ નેતૃત્વમાં સૌ રહીશોના સહકારથી સફળ આયોજન કરવામાં આવ્યું.

પર્યાવરણ-humdekhengenews

આ આયોજનમાં વિશેષ ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, મંત્રી કાન્તિભાઈ ચૌહાણ, ગાયત્રી પરિવારના મોડાસા તાલુકા સંયોજક સોમાભાઈ બારોટ, રશ્મિભાઈ પંડ્યા, અમૃતભાઈ પટેલ સહિત અનેક પરિજન ભાઈઓ બહેનો, ગાયત્રી પરિવાર યુવા તાલુકા સંયોજક પ્રજ્ઞેશ કંસારા, ગાયત્રી પરિવાર ગુજરાત યુવા કોર કમિટીના દેવાશિષ કંસારા, જીપીવાયજી ટીમના પરેશ ભટ્ટ, નિતિન સોની, તુષાર પુરોહિત, જીલ પટેલ, વિરેન્દ્ર સોની, હર્ષ ભટ્ટ ,પ્રકાશ સુથાર, નરેન્દ્ર પટેલ, સાલિન પ્રજાપતિ સહિત ટીમના સૌ યુવા ભાઈઓ બહેનો તેમજ સનસીટી સહિત આસપાસની સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો :

Back to top button