કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

બોટાદના પાળીયાદમાં હત્યા પહેલા વૃદ્ધા સાથે દૂષ્કર્મ થયું હોવાનું ખુલ્યું

Text To Speech
  • શનિવારે ઘરમાં જ 81 વર્ષના ધનિબેનની લાશ મળી હતી
  • દૂષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી
  • મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવી વિગતો

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે એકલવાયું જીવન જીવતા 81 વર્ષીય ધનીબેનની બે દિવસ પૂર્વે શનિવારે ભરબપોરે પોતાના ઘરમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બોટાદ પોલીસે તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શારીરિક દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

એક શખસ સામે નોંધાયો ગુનો

હત્યાની વિગતો મળ્યા બાદ પાળીયાદ પોલીસ તેમજ ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને અને વૃધ્ધાની લાશને પ્રથમ પાળીયાદ અને ત્યારબાદ ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલાઈ હતી. રિપોર્ટમાં શારીરિક દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હોવાની વિગતો સામે આવતા પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતેથી બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે હત્યા મામલે હરેશભાઈ વેલશીભાઈ ગાબુ નામના એક આરોપી વિરુધ્ધ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આરોપીને ઝડપી લેવા ટીમ બનાવાઈ

આરોપી વિરુધ્ધ આઇપીસી કલમ 302 અને 376 મુજબ ગુનો નોંધવાની કામગીરી શરૂ કરી અને આરોપીને ઝડપવા બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે. એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની મળી આવેલ લાશ મામલે હવે શારીરિક દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા થઈ હોવાની માહિતી પોલીસે આપી હતી અને આ કામના આરોપીની પણ ઓળખ થઈ હોય જેથી આરોપીની સામે ગુન્હો નોંધવા તેમજ શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે.

Back to top button