ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સનસ્ક્રીનને લઇને મુંઝવણમાં હો તો આ રહ્યા તમારા સવાલોના જવાબ

  • સુરજના યુવી કિરણો ત્વચાને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે
  • સુર્યના કિરણો તમારા માટે એજિંગનું કારણ બની શકે છે
  • સ્કીનને સુર્યના હાનિકારક કિરણોથી બચાવવી જરૂરી છે

ગરમીની સીઝનમાં તમારુ વોર્ડરોબ બદલાઇ જતુ હશે. તમારી કપડા પહેરવાથી લઇને ખાવા-પીવાની અને બધી જ વસ્તુઓ બદલાઇ જાય છે. આ પ્રમાણે તમારે સ્કીન કેર પણ કરવી પડે છે. તડકામાં રહેવાના લીધે તમારી સ્કીન ડલ થઇ શકે છે. આવા સંજોગોમાં તેનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. સુરજના યુવી કિરણો ત્વચાને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. તેના કારણે સમય પહેલા એજિંગ આવી શકે છે. સનબર્ન કે સ્કીન કેન્સર પણ થઇ શકે છે.

સ્કીનને સુર્યના હાનિકારક કિરણોથી બચાવવી ખૂબ જરૂરી છે. આમ કરવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ સૌથી અસરકારક છે, જોકે અનેક લોકોના મનમાં સવાલ હોય છે કે સનસ્ક્રીનમાં એવું તે શું હોય છે કે તે ત્વચાના હાનિકારક કિરણોને બચાવવાનું કામ કરે છે.

સનસ્ક્રીનને લઇને મુંઝવણમાં હો તો આ રહ્યા તમારા સવાલોના જવાબ hum dekhenge news

કેમ ખાસ છે સનસ્ક્રીન?

સનસ્ક્રીન આપણી ત્વચા પર એક પરતની જેમ કામ કરે છે, જે તેજ તડકામાં સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી ત્વચાને થતા નુકશાન સામે રક્ષણ આપે છે. સનસ્ક્રીનમાં ત્વચાને હાનિકારક કિરણોથી બચાવવાની મહત્ત્વપુર્ણ વસ્તુઓ હોય છે. જેમકે ઝિંક ઓક્સાઇડ, ટાઇટેનિયમ ઓક્સાઇડ. તે આપણી ત્વચાને એજિંગ ઇફેક્ટથી બચાવે છે. તે અકાળે વૃદ્ધત્વ આવતા રોકે છે. તે સનબર્નથી બચાવે છે.
જોકે સનસ્ક્રીનનો પ્રભાવ સૌથી વધુ એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં રહેલુ એસપીએફ કેટલુ છે. એસપીએફ એટલે કે સનપ્રોટેક્ટિંગ ફેક્ટર. જો તમારા સનસ્ક્રીનમાં એસપીએફની માત્રા 15 છે તો તમને 15 ગણુ વધુ સન પ્રોટેક્શન મળી શકે છે. જો તમે તડકામાં સુરક્ષિત રહેવા ઇચ્છતા હો તો તમારે 30થી 50 એસપીએફ વાળુ સનસ્ક્રીન લોશન જ યુઝ કરવુ જોઇએ.

સનસ્ક્રીન લગાવવાની યોગ્ય રીત

સનસ્ક્રીનના ફાયદા લેવા માટે તમે બહાર જવાની કમસેકમ 10 મિનિટ પહેલા જ લગાવી લો. તમારે દર બે કલાકે તે લગાવવું જોઇએ. મોઇશ્વરાઇઝર વાળા સનસ્ક્રીનનો જ ઉપયોગ કરો. જે લોકો મેકઅપ કરતા હોય તેણે પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. આંખોની નીચે પણ સનસ્ક્રીન લગાવવુ જોઇએ. તેનાથી આંખોની નીચે આઇ બેગ્સ થતુ નથી.

સનસ્ક્રીનને લઇને મુંઝવણમાં હો તો આ રહ્યા તમારા સવાલોના જવાબ hum dekhenge news

આ છે સનસ્ક્રીનના ફાયદા

  • સનબર્નથી બચાવે છે.
  • ટેનિંગની સમસ્યા થતી નથી.
  • ત્વચા હેલ્ધી રહે છે.
  • સ્કિન કેન્સરથી બચાવે છે.
  • હાઇપરપિગમેન્ટેશનથી છુટકારો મળે છે.
  • એક્ને માર્ક્સને ઘટાડવામા મદદ કરે છે.
  • સ્કિનને પ્રીમેચ્યોર એજિંગથી રાહત મળે છે.

આ પણ વાંચોઃ બટર લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ

Back to top button